તલોદની દિવ્યાંગ યુવતીએ પેરા ટેબલ ટેનિસમાં મેળવ્યો ગોલ્ડ મેડલ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/cr4ytz5a0yjlof22/" left="-10"]

તલોદની દિવ્યાંગ યુવતીએ પેરા ટેબલ ટેનિસમાં મેળવ્યો ગોલ્ડ મેડલ.


તલોદની ६२० પરિવારની શીતલે મધ્ય પ્રદેશ ખાતે યોજાયેલા પેરા ટેબલ ટેનિસ નેશનલ ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે અને તલોદ તાલુકા, સાબરકાંઠા જિલ્લા ,રાજ્ય અને સમાજને પણ ગૌરવ પ્રદાન કર્યું છે.
શીતલ એક રેલ અકસ્માતમાં પોતાના બંને બચાવવામાં અસફળ રહી હતી. જેથી બંને પગ ગુમાવ્યા બાદ પણ તેણીએ હિંમત નહિ હારીને માનવ સમાજને મોટો સંદેશ પૂરો પાડયો છે.તલોદના રહીશ રતિલાલ ભવાનભાઈ દરજી ( લિંબડ)ની યુવાન દીકરી શીતલ દરજીએ એનેકવાર ટેબલ ટેનિસ સ્પર્ધામાં પોતાના હરીફોને પરાજય આપીને અનેક મેડલ જીતી લેવામાં સફળતા મેળવી છે.ગત તા . ૨૦/૩/૨૪ થી તા.૨૩/૩/૨૪ ના સમયગાળા દરમિયાન મધ્યપ્રદેશ ખાતે આયોજિત પેરા ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં શીતલએ શાનદાર દેખાવ કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તેણીએ સિંગલ મેચમાં મિક્સ ડબલમાં અને ફાઈનલમાં ગોલ્ડ મેડલ તેમજ વુમન્સ ડબલમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.ઉલ્લેખનીય છે કે, શીતલે નેશનલ ટુર્નામેન્ટમાં ૩ વખત અને રેકિંગ નેશનલમાં ૨ વખત ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. ગોવા ખાતેની ઓપન ટુર્નામેન્ટમાં પણ દાવા મુજબ તેણી એ ગોલ્ડ મેડલ મેળવ્યા હતો. શીતલ દરજીએ ઇન્ટરનેશનલ કક્ષાએ ત્રણ વાર ભાગ લીધો હતો. જેમાં ઈજિપ્ત, બ્રાઝિલ અને જોર્ડન ટુનામેન્ટનો સમાવેશ થયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]