સુરેન્દ્રનગરમાં બીટી કપાસનું ડુપ્લીકેટ બિયારણનું વેચાણ અટકાવવા કોંગ્રેસના આગેવાનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરાઈ. - At This Time

સુરેન્દ્રનગરમાં બીટી કપાસનું ડુપ્લીકેટ બિયારણનું વેચાણ અટકાવવા કોંગ્રેસના આગેવાનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરાઈ.


સુરેન્દ્રનગર જિલ્લોએ કપાસના વાવેતર માટે પ્રખ્યાત છે ત્યારે આગામી કપાસની વાવેતરની સિઝન શરૂ થાય તે પહેલા બજારોમાં અન અધિકૃત બીટી કપાસના બીજ વેચાણ માટે આવી જતા હોવાના આક્ષેપ સાથે કલેક્ટર કચેરીએ સુરેન્દ્રનગર કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન પાઠવાયું હતું જેમાં ખેડૂતોને અનઅધિકૃત વાવેતરથી નુકસાન જતા ખેડૂતો દેણામાં આવી જતા હોય છે આથી તપાસ કરાવવા માંગ કરી હતી અનઅધિકૃત બીટી કપાસના વેચાણ થતા હોવાથી તપાસની માંગ સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ કોંગ્રેસ સમિતિના ઋત્વીક મકવાણા સહિત આગેવાનોએ સૂત્રોચ્ચાર સાથે આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યા મુજબ અનઅધિકૃત રીતે બીટી કપાસ બીજના લાખો પેકેટનું વેચાણ દર વર્ષે થાય છે અને ખેડૂતોને લાખો કરોડોની નુકસાની જાય છે છતાં રાજ્ય સરકાર આવા અનઅધિકૃત વેપારીને અટકાવી શકી નથી ઉપરાંત અનઅધિકૃત બીટી કપાસ બીજ વેચતા વેપારી ઉત્પાદકો પકડાયા છે તેને કાયદા મુજબ સજા કરવામાં પણ નિષ્ફળ રહી છે આગામી ખરીફ સિઝન માટે અનઅધિકૃત બીટી કપાસનું પેકિંગ થઇ રહ્યું છે હાલ સરકારે કોઇ તપાસ કરી નથી કે નમૂના લેવાયા નથી આવા અનઅધિકૃત બીજના કારણે ખેડૂતો આર્થિક પાયમાલ થાય છે આથી ખેતીવાડી વિભાગ તપાસ અભિયાન હાથ ધરે આ ઉપરાંત સરકાર બીટી કપાસના બીજ વેચાણ કરતી કંપનીઓના નામ અને તેની જાતોના નામની યાદી પ્રસિધ્ધ કરે વીસ વર્ષમાં રાજ્ય સરકારે અનઅધિકૃત બીટી કપાસની ઉત્પાદન વેચાણ કરતી કંપની પર ગુના નોંધાયા કેન્દ્ર સરકારે લોકસભામાં રજૂ કરેલા આંકડા મુજબ સાત વર્ષમાં નવ કંપની પર ફરિયાદ, 38 વ્યક્તિની ધરપકડ કરેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.