સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા વિસ્તારના 30થી 35 જેટલા ગામોમાં પીવાના પાણીની સમસ્યા - At This Time

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા વિસ્તારના 30થી 35 જેટલા ગામોમાં પીવાના પાણીની સમસ્યા


ટેન્કર મારફતે પણ પાણી વિતરણ કરવા માંગ

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના 30થી 35 ગામોમાં પીવાના પાણી સમસ્યા મુદ્દે ભાજપના ધારાસભ્ય લોકો સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા દોડી આવ્યા હતા જેમાં ભરઉનાળે 45 ડિગ્રી તાપમાનમા 40 ગામોમાં પીવાના પાણી માટે રઝળપાટ મુદ્દે ચોટીલા ધારાસભ્ય શામજી ચૌહાણે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા વિસ્તારના 30થી 35 જેટલા ગામોમાં પીવાના પાણીની સમસ્યા છે આથી આ બાબતે તંત્ર દ્વારા તાત્કાલિક વ્યવસ્થા કરાવી આપવા ચોટીલા ધારાસભ્ય શ્યામજીભાઈ ચૌહાણે માંગ કરી હતી હાલ સુરેન્દ્રનગર જિલ્લાના મુળી, થાન અને ચોટીલા વિસ્તારમાં જ્યાં પીવાના પાણીની વિકટ સમસ્યાઓ છે ત્યાં તાત્કાલિક ટેન્કર મારફતે પીવાનું પાણી પુરૂ પાડવાની ધારાસભ્ય શામજી ચૌહાણ દ્વારા જિલ્લા કલેકટર સમક્ષ માંગ કરવામાં આવી હતી થાનગઢ શહેરમાં વિવિધ પ્રાથમિક સુવિધાને લગતા પ્રશ્નો અને ધીમા વિકાસના કામોને લઇ પ્રજા પરેશાન છે ત્યારે થાન પૂર્વ પાલિકા પ્રમુખ ધારાસભ્ય સહિત આગેવાનો સાથે રાખી કલેક્ટર કચેરીએ બેઠક યોજી વિવિધ પ્રશ્નો હલ કરવા માંગ કરી હતી જ્યારે કોંગ્રેસ આગેવાને લોકોના પ્રશ્નો ચૂંટણી ટાણે યાદ આવતા હોવાનો આક્ષેપ કર્યો હતો શહેરના માર્ગો બિસમાર, કરોડોના ખર્ચે નાંખેલી ભૂગર્ભ ગટર તૂટવી, ઊભરાવી સાથે શહેરમાં 4 વર્ષ જેટલા સમયથી ગોકળગાય ગતીએ ચાલતા ઓવર બ્રિજની સમસ્યા, થાન રેલવે ફાટક પર ટ્રાફિક સમસ્યાથી પ્રજા ત્રાહિમામ છે ત્યારે કલેક્ટર કચેરીમાં કલેક્ટર સાથે ચોટીલા વિધાનસભા વિસ્તારના પ્રશ્નોના નિકાલ માટે ચોટીલા વિધાનસભા વિસ્તાર ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ તથા નાથાભાઈ સંઘાણી તથા ત્રણેય મંડલના પ્રમુખો તથા મહામંત્રીઓ તથા થાનગઢ નગરપાલિકાના સદસ્યો લીનાબેન ડોડીયા તથા રૂપાબેન મોલડીયા તથા લાલજીભાઈ અલગોતર તથા સરપંચો, આગેવાનો અને કાર્યકરો સાથે કલેક્ટરને મળી રજૂઆત કરવામાં આવી સાયલા મામલતદાર કચેરીમાં કલેક્ટર્સની અધ્યક્ષતામાં સાંજના 5 કલાકે મિંટિંગની કાર્યવાહી શરૂ કરાવામાં આવી હાલ સાયલા તાલુકાના પીવાના પાણી સહિતના રસ્તાના અને વીજ પ્રશ્નની પ્રાથમિક સમસ્યા અને તેના ઝડપભેર નિરાકરણ માટે ઉપસ્થિત અધિકારીઓને સૂચનો આપવામાં આવ્યા હતા ખાસ કરીને 20000ની વસ્તી ધરાવતા સાયલા શહેરમાં પીવાના પાણીની સમસ્યા માથાના દુખાવારૂપ બનેલી છે તેને ધ્યાને લઈપાણી પુરવઠા વિભાગ તેમજ વાસમોના અધિકારીને કલેક્ટર કે.સી. સંપટે ઝડપભેર નિરાકરણ લાવવા માટે સૂચના આપી હતી આગામી સમયમાં સાયલા માન સરોવર ખાતે આવેલ તળાવને સરકાર સૌની યોજના અંતર્ગત ભરવાની કાર્યવાહી હાથ ધરી સાયલા ગામની સુખાકારી વધે તે અન્વયે જરૂરી કાર્યવાહી સૌની યોજના પેટા વિભાગને આ યોજના ઝડપભેર પૂર્ણ કરવા માટે ખાતરી માગી હતી સાયલા તાલુકાના આયા પાટિયાથી વખતપર સુધીના વિસ્તારમાં પસાર થતી પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની પાઇપ લાઇનમાં ગેરકાયદે રીતે મેળવવામાં આવેલ કનેક્શન દૂર કરવા સબબ આગામી બે દિવસમાં ડ્રાઇવ ગોઠવી તે મુજબ કનેક્શન દૂર કરવાની કામગીરી કરવા પીએસઆઇ સાયલાને સૂચના આપી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.