સુરેન્દ્રનગર પ્રજાપતિ પાર્ક વિસ્તારમાં PGVCL નું વીજ ટ્રાન્સફોર્મરમા આગ - At This Time

સુરેન્દ્રનગર પ્રજાપતિ પાર્ક વિસ્તારમાં PGVCL નું વીજ ટ્રાન્સફોર્મરમા આગ


સુરેન્દ્રનગર શહેરના પ્રજાપતિ પાર્ક વિસ્તારમાં મોટી સંખ્યામાં રહીશો વસાવટ કરી રહ્યા છે ત્યારે આ વિસ્તારમાં આવેલા વીજ ટ્રાન્સફોર્મરમાં તીખારા, ભડાકા સાથે આગ લાગી હતી ત્યારે ફાયર બ્રિગેડ દોડી આવીને આગને કાબૂમાં લેવામાં આવી હતી સુરેન્દ્રનગર જિલ્લો થોડા દિવસોથી સૂર્યનારાયણના તાપના કારણે આકરો તપી રહ્યો છે જેના કારણે વાહનો તેમજ વીજ લાઈનોમાં આગ લાગવાની બનાવો વધી રહ્યાં છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના અંબામિકેનિક પાછળ આવેલા પ્રજાપતિ પાર્ક વિસ્તારમાં પીજીવીસીએલનું વીજ ટ્રાન્સફોર્મર આવેલું છે આ ટીસીમાં છેલ્લા કેટલાય દિવસથી ભડાકા થવાની સાથે રાત્રીના સમયે લાઇટ જતી રહેતી હતી ત્યારે ટીસીમાં તીખારા અને ભડાકા થવાને કારણે આગ લાગી હતી આ બનાવથી ફાયર બ્રિગેડનો પાણીનો બંબો બોલાવીને આગને કાબૂમાં લેવામાં આવી હતી રાત્રે બાજુમાં આવેલા થાંભલાના ઝમ્પરમા આગ લાગી હતી અને વાયરનો સાંધો કરી લાઇટ ફરી ચાલુ કરી હતી આમ છેલ્લા કેટલાય સમયથી વિસ્તારના રહીશો દ્વારા આ ટીસી મોટી નાંખવા માટે અનેકવાર ટેલિફોનિક રજૂઆત કરી હતી પરંતુ કોઇ કાર્યવાહી ન થઈ આ બાબતે તા. 21-5-2024 એ વિસ્તારોના રહીશો દ્વારા સુરેન્દ્રનગર પીજીવીસીએલના અધિકારીને લેખિત રજૂઆત કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.