74 વર્ષીય લેખક સામેના કેસ મામલે કોર્ટે કહ્યું- મહિલાએ ઉત્તેજક વસ્ત્રો પહેર્યા હતા એટલે યૌન ઉત્પીડનનો કેસ ન બને - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/court-said-woman-was-wearing-provocative-clothes-so-it-should-not-be-a-case-of-sexual-harassment/" left="-10"]

74 વર્ષીય લેખક સામેના કેસ મામલે કોર્ટે કહ્યું- મહિલાએ ઉત્તેજક વસ્ત્રો પહેર્યા હતા એટલે યૌન ઉત્પીડનનો કેસ ન બને


- 74 વર્ષીય, શારીરિકરૂપે અક્ષમ વ્યક્તિએ ફરિયાદીને બળજબરીથી પોતાના ખોળામાં બેસાડી હોય તે સ્વીકારવું અસંભવઃ કોર્ટકોઝિકોડ, તા. 17 ઓગષ્ટ 2022, બુધવારયૌન ઉત્પીડનને લગતા એક કેસમાં કોઝિકોડ જિલ્લા સેશન્સ કોર્ટે લેખક તથા સામાજીક કાર્યકર સિવિક ચંદ્રનને આગોતરા જામીન આપ્યા છે. આ સાથે જ કોર્ટે જણાવ્યું કે, ભારતીય દંડ સંહિતાની કલમ 354 (એ) અંતર્ગત પ્રાથમિક દૃષ્ટિએ યૌન ઉત્પીડનનો કેસ ન બની શકે કારણ કે મહિલાએ ઉત્તેજક વસ્ત્રો પહેર્યા હતા. કોર્ટે શારીરિક સંપર્કની વાતનો સ્વીકાર કરતા કહ્યું હતું કે, આ વાતનો વિશ્વાસ કરવો અસંભવ જણાઈ રહ્યો છે કે, એક 74 વર્ષીય, શારીરિકરૂપે અક્ષમ વ્યક્તિએ ફરિયાદીને બળજબરીથી પોતાના ખોળામાં બેસાડી હોય. જામીન અરજી સાથે ફરિયાદીની તસવીરો દર્શાવનારા ચંદ્રનને ગત 12 ઓગષ્ટના રોજ આગોતરા જામીન આપી દેવાયા હતા. તેના પહેલા 2 ઓગષ્ટના રોજ તેમણે પોતાના વિરૂદ્ધ દાખલ એવા અન્ય એક યૌન ઉત્પીડન કેસમાં આગોતરા જામીન મેળવ્યા હતા. 74 વર્ષીય આરોપીએ કોર્ટમાં જામીન અરજીની સાથે મહિલાની તસવીરો પણ રજૂ કરી હતી. કોઝિકોડ સેશન કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું કે, આરોપી દ્વારા રજૂ કરવામાં આવેલી તસવીરોથી જાણવા મળે છે કે, હકીકતે ફરિયાદીએ પોતે જ એવા વસ્ત્રો પહેરેલા હતા જે ઉત્તેજક હતા માટે આરોપી સામે પ્રથમદર્શી કલમ 354 (એ) પ્રભાવી ન થઈ શકે. કોર્ટે પોતાના આદેશમાં એમ પણ જણાવ્યું કે, કલમ 354ના શબ્દોમાં એ ખૂબ જ સ્પષ્ટ છે કે, આરોપીનો ઈરાદો મહિલાની આબરૂ લૂંટવાનો હોવો જોઈએ. કલમ 354(એ) યૌન ઉત્પીડન તથા તેના દંડ સાથે સંબંધિત છે. આ કલમ લાગુ કરવા માટે શારીરિક સંપર્ક તથા સ્પષ્ટ યૌન પ્રસ્તાવ સામેલ હોવો જોઈએ તથા યૌનસંબંધી ટિપ્પણી કે તે માટેની માંગણી, અપીલ હોવી જોઈએ. પ્રોસિક્યુશન દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે, આરોપીએ ફરિયાદીનું મૌખિક તથા શારીરિકરૂપે યૌન ઉત્પીડન કર્યું. તેણી એક યુવાન મહિલા અને લેખિકા છે તથા ફેબ્રુઆરી 2020માં નંદી સમુદ્ર તટ ખાતે આયોજિત એક શિબિરમાં તેની આબરૂ લૂંટવાનો પ્રયત્ન થયો હતો. કોયિલાંડી પોલીસે આરોપી વિરૂદ્ધ આઈપીસીની કલમ 354એ(2), 341 અને 354 અંતર્ગત કેસ દાખલ કર્યો હતો. સેશન્સ કોર્ટમાં જામીન અરજીની સુનાવણી દરમિયાન આરોપીના વકીલ પી. હરિ તથા સુષમા એમ દ્વારા એવો તર્ક રજૂ કરવામાં આવ્યો હતો કે, તે એક ખોટો કેસ છે. સાથે જ આરોપીના કેટલાક દુશ્મનોએ પ્રતિશોધની ભાવનાથી કેસ કર્યો હોવાનું કહેવામાં આવ્યું હતું. ચંદ્રન દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે, તેમના વિરૂદ્ધ ખોટી ફરિયાદ કરવામાં આવી હતી. એપ્રિલ મહિનામાં બનેલી કથિત ઘટનાનો ઉલ્લેખ કરીને ચંદ્રને જણાવ્યું કે, ફરિયાદી પોતાના પ્રેમી સહિત અન્ય કેટલાય લોકોની હાજરીમાં આવી હતી અને કોઈએ પણ તેના સામે આ પ્રકારની ફરિયાદ નથી કરી. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]