રાજકોટ મેડીકલ ડીગ્રી વગર જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરતો "નકલી ડોક્ટર" ઝડપાયો SOG ટીમ. - At This Time

રાજકોટ મેડીકલ ડીગ્રી વગર જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરતો “નકલી ડોક્ટર” ઝડપાયો SOG ટીમ.


રાજકોટ શહેર તા.૧૯/૪/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા "નકલી ડોક્ટર" પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની સુચના અને માર્ગદર્શન આપેલ હોય. જે અન્વયે SOG P.I એસ.એમ.જાડેજા ની રાહબરી અને માર્ગદર્શન હેઠળ SOG ટીમના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન કિશોરભાઇ ઘુઘલ તથા અમિતકુમાર ટુંડિયા નાઓને મળેલ સંયુક્ત બાતમી આધારે હરેશભાઇ સવજીભાઇ મારૂ જાતે.વાણંદ ઉ.૫૮ ધંધો.પ્રાઇવેટ તબીબ પ્રેકટીસ રહે.શ્રી.રામ સોસાયટી શેરીનં.૧ મકાન નં.૧૦/એ. RTO કચેરી પાછળ રાજકોટ. મુળ.આકોલવાડી, તા.તાલાળા જી.ગીર સોમનાથ. રાજકોટ શહેર વાળા સરનામા પરના પોતાના રહેણાંકના મકાનમાં કોઈ પણ જાતની મેડીકલ ડીગ્રી વિના હોસ્પીટલના સાધનો, એલોપેથિક દવાઓ, ઇન્જેકશન વિગેરે મુદ્દામાલ મળી કુલ કિં.રૂ.૧૭,૧૫૩,૭૨ સાથે મળી આવતા ધોરણસર અટક કરી આરોપી વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે. વધુ તપાસ બી.ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image