નીતીશ કુમાર સાથે મુસ્લિમ મંત્રીના પ્રવેશને લઈને હંગામો, વિષ્ણુપદ મંદિરમાં ગંગાજળથી કરાયું શુદ્ધિકરણ - At This Time

નીતીશ કુમાર સાથે મુસ્લિમ મંત્રીના પ્રવેશને લઈને હંગામો, વિષ્ણુપદ મંદિરમાં ગંગાજળથી કરાયું શુદ્ધિકરણ


- વિષ્ણુપદ મંદિર વ્યવસ્થાપન સમિતિના પ્રમુખની આગેવાની હેઠળ ગયા પાલ પંડા સમાજે ખાસ કરીને વિષ્ણુપદ મંદિરના ગર્ભગૃહમાં શુદ્ધિકરણ પૂજા અને ક્ષમા યાચના કરી હતીગયા, તા. 25 ઓગષ્ટ 2022, ગુરૂવારબિહારના ગયા ખાતે વિષ્ણુપદ મંદિરના ગર્ભગૃહમાં મુસ્લિમ સમુદાયમાંથી આવતા બિહારના મંત્રી ઈસરાયેલ મન્સૂરીના પ્રવેશ બાદથી રાજકારણ ગરમાયું છે. ખાસ કરીને ગયાના આ મંદિરમાં શુદ્ધિકરણ પૂજા સાથે ક્ષમા યાચનાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં મંદિરના પ્રમુખ અને ગયા પાલ પંડા સમાજના લોકો સામેલ થયા હતા. આ પૂજા બાદ મંત્રને બરતરફ કરવાની માંગને લઈને ગયા પાલ પંડા સમાજ અડગ બની ગયો છે.હકીકતમાં 2 દિવસ પહેલા બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પિતૃપક્ષ મેળાની તૈયારીઓની સમીક્ષા કરવા ગયા પહોંચ્યા હતા જ્યાં તેમણે વિષ્ણુપદ મંદિરમાં પૂજા-પ્રાર્થના પણ કરી હતી. આ ક્રમમાં બિહારના ઈન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી મંત્રી મોહમ્મદ ઈઝરાયેલ મન્સૂરૂ પણ મંદિરના ગર્ભગૃહમાં ગયા હતા જ્યારે મંદિરમાં હિન્દુ ના હોય એવા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ છે. આ અંગે મંદિરના દરવાજા પર મોટા અક્ષરે સૂચના પણ લખવામાં આવી છે. આ ઘટના બાદ ગયા પાલ પંડા સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિષ્ણુપદ મંદિર વ્યવસ્થાપન સમિતિના પ્રમુખની આગેવાની હેઠળ ગયા પાલ પંડા સમાજે ખાસ કરીને વિષ્ણુપદ મંદિરના ગર્ભગૃહમાં શુદ્ધિકરણ પૂજા અને ક્ષમા યાચના કરી હતી. આ પૂજામાં શંખમાં પંચગવ્ય શ્રી હરિના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યું હતું. જા સામગ્રીમાં પંચગવ્ય સિવાય ફૂલની માળા, તુલસી, દહીં ફાલ્ગુ નદીનું પાણી, ગંગાજળ અને અન્ય સામગ્રીની પૂજા કરવામાં આવી હતી. આ સંદર્ભમાં વિષ્ણુપદ મંદિર વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ શંભુલાલ વિઠ્ઠલે જણાવ્યું હતું કે, મંત્રી મોહમ્મદ ઈઝરાયેલ મન્સૂરી વિષ્ણુપદ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરતાં અમારા સમાજમાં ભારે નારાજગી છે અને જેના માટે શુદ્ધિકરણ કરવામાં આવ્યું છે તેમણે માંગણી કરી છે કે, મંત્રીને બરતરફ કરવા જોઈએ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.