ભારત સરકારશ્રી દ્વારા ૨ ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની શ્રધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવાણીને આહવાન કરવામાં આવેલ - At This Time

ભારત સરકારશ્રી દ્વારા ૨ ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની શ્રધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવાણીને આહવાન કરવામાં આવેલ


(કનુભાઈ ખાચર દ્વારા)
આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ દિવસને “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે. સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકારશ્રી દ્વારા સ્વચ્છ ભારત મિશન તા.૧૭ સપ્ટેમ્બર,૨૦૨૪ થી તા.૨ ઓક્ટોબર,૨૦૨૪ સુધી સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે. સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અન્વયે તા.૦૧-૧૦-૨૦૨૪ના રોજ એવોર્ડ અને સન્માન સમારોહનું આયોજન આદર્શ સંકુલ ખાતે કરવામાં આવેલ. સદરહું કાર્યક્રમમાં શ્રીમતી જેઠીબેન પરમાર(પ્રમુખશ્રી,જીલ્લા પંચાયત),અક્ષર બુદાનીયા(DDOશ્રી),કનુભાઈ રાઠોડ(ઉપપ્રમુખશ્રી,જીલ્લા પંચાયત),બી.એ.પટેલ(નિયામકશ્રી, DRDA), મંજુલાબેન બારેયા(પ્રમુખશ્રી, તાલુકા પંચાયત),રસિકભાઈ ભૂંગાણી,મહાસુખભાઈ કણજરીયા,નીતાબેન લાખાણી, પ્રભુભાઈ ત્રાસડીયા,કિશોરભાઈ પાટીવાળા,ભરતભાઈ ગોહિલ ઉપસ્થિત રહેલ. મહાનુભાવો દ્વારા શ્રમદાન તથા વૃક્ષરોપણ કરવામાં આવેલ. મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ. બોટાદ નગરપાલિકાના પી.જી.ગોસ્વામી(ચીફ ઓફિસરશ્રી)દ્વારા મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ. અને મહાનુભાવોનું ઔષધિજન્ય છોડથી સ્વાગત કરવામાં આવેલ. તેમજ ઉપસ્થિત તમામ મહાનુભાવો તથા શહેરીજનો પાસે સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવેલ. બોટાદ નગરપાલિકાના શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓને પ્રોત્સાહન રૂપે રૂ|.૧૦,૦૦૦/-નો ચેક અર્પણ કરી સન્માનિત કરવામાં આવેલ. તેમજ તા.૧૭-૦૯-૨૦૨૪ થી તા.૦૧-૧૦-૨૦૨૪ સુધીમાં અલગ-અલગ કેટેગરીના વિજેતાને પ્રમાણપત્રો તથા સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ. નવી દિલ્હી ખાતેના માન.વડાપ્રધાન સાહેબના કાર્યક્રમ નિહાળવામાં આવેલ. સદરહું કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો તથા વિદ્યાર્થીઓ હાજર રહેલ.આ સમગ્ર કાર્યક્મને સફળ બનાવવા બોટાદ નગરપાલિકા ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.