ભક્તિનગર સોસાયટીના બગીચા પાસે દારૂની ચાર બોટલ સાથે બે શખ્સ ઝડપાયા - At This Time

ભક્તિનગર સોસાયટીના બગીચા પાસે દારૂની ચાર બોટલ સાથે બે શખ્સ ઝડપાયા


ભક્તિનગર સોસાયટીના બગીચા પાસેથી બે શખ્સોને દારૂની ચાર બોટલ સાથે પોલીસે પકડી બે બાઇક સહિત રૂ.52 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દરોડાની વિગત અનુસાર, ભક્તિનગર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વી.પી.દવે, કોન્સ્ટેબલ મનીષભાઈ અને પુષ્પરાજસિંહને મળેલ ચોક્કસ બાતમીના આધારે ભક્તિનગર સોસાયટીના બગીચા પાસે ઉભેલા મોપેડ ચાલક નિશાંત કિરીટ પારેખને શખ્સ દારૂની સપ્લાય કરવા આવતો હોવાની માહિતીના આધારે સ્ટાફ વોચમાં હતો ત્યારે નિશાંતને દારૂ સપ્લાય કરવા આવેલા હિરેન હરેશ બારૈયા (રહે. ગોકુલનગર આવાસ યોજના) અને નિશાંતને દબોચી દારૂની ચાર બોટલ અને બે બાઇક મળી રૂ.52 હજારનો મુદ્દામાલ કબ્જે કરી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો તે અંગે પૂછપરછ આદરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.