શરીરમાં પુત્રની આત્મા આવી છે, કહીં સસરાએ વિધવા પુત્રવધુના પ્રાઇવેટ પાર્ટમાં અડપલાં કર્યા - At This Time

શરીરમાં પુત્રની આત્મા આવી છે, કહીં સસરાએ વિધવા પુત્રવધુના પ્રાઇવેટ પાર્ટમાં અડપલાં કર્યા


રાજકોટમાં ભદ્ર સમાજ માટે કલંકિત કિસ્સો સામે આવ્યો હતો. જેમાં શરીરમાં પુત્રની આત્મા આવી છે, કહીં સસરાએ વિધવા પુત્રવધુના પ્રાઇવેટ પાર્ટમાં અડપલાં કરતાં યુની. પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. મહિલા ચિત્રકૂટધામ ફરવા ગયાં ત્યારે રૂમમાં નિદ્રાધીન હાલતમાં સસરાએ આખા શરીરમાં અડપલાં કર્યા, બાદમાં ઘરે પણ મારે તારા રૂમમાં સૂવું છે કહીં ફરીવાર સતામણી કરી હતી.
બનાવ અંગે નાણાવટી ચોકની બાજુમાં શાંતિનિકેતન પાર્કમાં રહેતી 38 વર્ષીય મહિલાએ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેણી તેના છ વર્ષના દિકરા સાથે રહે છે. તેણીના પતિનું જુલાઇ 2023 માં લીવર ફેલીયોરની બીમારી થતા તા. 21/08/2023 ના રોજ અવસાન થયેલ હોય ત્યારથી તેઓ તેના પુત્ર સાથે એકલા રહે છે. તેણીના તબીબ સસરા અને તબીબ સાસુ રૈયા રોડ પર આવેલ એપાર્ટમેન્ટમાં રહે છે.
તેણીના સસરા હાલ કોઠારીયા મેઇન રોડ રણુજા મંદિરની બાજુમા આવેલ મેડિકલ સ્ટોરની દેખરેખ કરે છે અને સાસુ ક્લિનીક ચલાવે છે. તેણીના જેઠ- જેઠાણી ફિઝીયોથેરાપિસ્ટ છે.
ગઇ તા.19-05-2024 ના તેઓ અને તેનો પુત્ર તેના સાસુ સસરા સાથે ફરવા ગયેલા હોય તે સમયે ત્યા એક જ રૂમ રાખેલ હતો. રાત્રીના સમયે થાકીને તેણી સગીર પુત્ર સાથે સુઇ ગયેલ હોય તે દરમિયાન તેણીની જાણ બહાર તેમની સાથે સાસુની જગ્યાયે સસરા બાજુમા સુઇ ગયેલ હતાં. તેમજ સાસુને નિંદરનો પ્રોબ્લેમ હોય જેથી તે ઉંઘની દવા લઈને અલગ ગાદલામાં નીચે સુતેલા હતાં.
તે દરમ્યાન તેણીના સસરા તેણી ઉંઘમા હોય ત્યારે રાતના સમયે ગાલ, પેટ તથા પ્રાઇવેટ પાર્ટ પર હાથ ફેરવવા લાગતાં અચાનક ડરી જઈ ને જાગી ગયેલ અને સસરાને કહેલ કે પપ્પા તમે આ શું કરો છો, તેમ કહીને તેના સાસુને જગાડવા જતા સસરાએ કહેલ કે, તુ જગાડીશ નહી બાકી જોવા જેવી થશે તેમ કહેલ જેથી તેણી ડરી જઈને આખી રાત એક ખુણામા બેસી રહેલ હતી. સવારે તેણીએ સાસુને વાત કરેલ જેમા સાસુએ જણાવેલ કે મને તારા સસરાએ વાત કરેલ છે, તેણે કઇ કરેલ નથી, તેના શરીરમા સાગર આવેલ જેથી તેમને કાંઇ કરેલ નથી તથા કોઈને કહીશ નહી નહીતર તને ઘર ચલાવવા માટે પૈસા નહી આપીએ તેવુ જણાવતા કોઈ ને વાત કરેલ નહી.
ત્યારબાદ ગઈ તા.24/03/2025 ના બપોરના સમયે તેણીના ઘરે તેના બેન તથા બનેવી આવેલ હોય ત્યારે સસરા ઘરે આવેલ અને જણાવેલ કે, હવે હુ અહીં જ રહીશ, મારે તારી સાસુ સાથે બનતુ નથી, તુ જા અને મારા કપડા તથા મારો સામાન લઇ આવ મારે અહીં જ રહેવુ છે. જેથી તેણીએ કહેલ કે, ઘરે મહેમાન આવેલ હોય આવુ સારુ ના લાગે શાંતિથી વાત કરીએ તેમજ સાસુ પણ અહીં રહેવા માટે આવી જાઈ તેવુ જણાવેલ હતું.
તેણીએ સાસુને ફોન કરતા તે જણાવેલ કે, મારે તેની સાથે કાંઈ લેવા દેવા નથી, તેનુ કોઇ બીજી સાથે અફેર ચાલે છે. ત્યાર બાદ સસરા અમારા ઘરે રહેલ તથા સાંજના સમયે જમીને તેણીના બેન અને બનેવી એક રૂમમા સુતા હતાં અને એક રૂમમા તેણી અને તેનો પુત્ર તેમજ હોલમાં તેના સસરા સુતા હતાં.
રાતના સાડા ત્રણ વાગ્યા આજુબાજુ સસરાએ રૂમનો દરવાજો ખખડાવેલ જેથી તેણીએ દરવાજો ખોલતા સસરા રૂમમા આવી ગયેલ અને કહેલ કે, મને જ્ગ્યા બદલતા ઉંઘ આવતી ના હોય હુ અહીં જ રૂમમા સુઇ જાવ છુ તેમ કહીને તેણીનો હાથ પકડી લીધો અને તેણીના પ્રાઇવેટ પાર્ટને અડવાની કોશીષ કરવા લાગેલ હતાં.
તેમજ તેણી સાથે જબરજસ્તી કરવા લાગેલ હતાં, જેથી તેને ધકો મારીને બાજુના રૂમમા સુતેલા બેન - બનેવીને ઉઠાડેલ અને બદનામીના ડરના કારણે તેને સાચુ કહેલ નહી. બીજા દિવસે સાંજે બેન-બનેવી તથા માતા-પિતાને વાત કરી ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી તબીબ સસરાની ધરપકડ કરવાં યુની. પોલીસે તજવીજ આદરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image