અમદાવાદ શહેરના દાણીલીમડા પોલીસ સ્ટેશન દ્વારા વાહન ચેકીંગ નું કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની કથળી રહેલી સ્થિતિને જોતાં નિર્દોષ લોકો વચ્ચેથી આરોપીઓને ખેંચી લાવવા માટે કડક વલણ અપનાવતા પોલીસે કોમ્બિંગ શરૂ કર્યું છે.
આવું જ વાહન ચેકીંગ નું કોમ્બિંગ શહેરના દાણીલીમડા પોલીસ સ્ટેશન દ્વારા ચંડોળા તળાવ પોલીસ ચોકી સામે જ કરવામાં આવ્યું રહ્યું છે.દાણીલીમડા પોલીસની આ કામગીરી પ્રશંસનીય છે. આવી જ કામગીરી પોલીસે કરતાં જ રહેવું જોઈએ.
આ વાહન ચેકીંગ કોમ્બિંગ દરમિયાન દાણીલીમડા પોલીસ સ્ટેશનના પીઆઈ રાવત સાહેબ તેમજ તેમનો સ્ટાફ પણ સ્થળ પર હાજર રહી દરેક વાહન ચાલકોને ઉભા રાખી, વાહનચાલકો પાસે જરૂરી ડોક્યુમેન્ટ બતાવવા કહી રહ્યા હતા હોવાનું જાણવા મળ્યું હતું. દાણીલીમડા પોલીસ સ્ટેશન દ્વારા સાંજના સાત વાગ્યાની આસપાસથી આ વાહન ચેકીંગ નું કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું હતું.
આ વાહન ચેકીંગ દરમિયાન દાણીલીમડા પોલીસ દ્વારા કેટલાક વાહનોને જપ્ત કર્યા હતાં અને આરટીઓ નો મેમો પણ આપ્યો હતો.
દાણીલીમડા પોલીસ દ્વારા એક પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી.
SAURANG THAKKAR
A'BAD JILLA BUREAU CHIEF
9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.