ભાવનગર ડિવિઝનને પશ્ચિમ રેલવેના 69મા રેલ સપ્તાહ એવોર્ડ સમારોહમાં શ્રેષ્ઠ સુધારણા શિલ્ડ એનાયત કરવામાં આવી - At This Time

ભાવનગર ડિવિઝનને પશ્ચિમ રેલવેના 69મા રેલ સપ્તાહ એવોર્ડ સમારોહમાં શ્રેષ્ઠ સુધારણા શિલ્ડ એનાયત કરવામાં આવી


ભાવનગર ડિવિઝનને પશ્ચિમ રેલવેના 69મા રેલ સપ્તાહ એવોર્ડ સમારોહમાં શ્રેષ્ઠ સુધારણા શિલ્ડ એનાયત કરવામાં આવી

પશ્ચિમ રેલવેનો 69મો રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહ સોમવાર, 16મી એપ્રિલ, 2024ના રોજ ચર્ચગેટ મુંબઈ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. પડકારોનો સામનો કરવા હંમેશા તત્પર રહેતા પશ્ચિમ રેલ્વેના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમની મહેનત અને સમર્પણને માન આપવા માટે દર વર્ષે આ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવે છે.રેલ્વે સપ્તાહ દરમિયાન વિવિધ કેટેગરીમાં મંડળો/યુનિટોને કાર્યક્ષમતા શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા.ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ,આ મહત્વના પ્રસંગે જનરલ મેનેજર શ્રી અશોક કુમાર મિશ્રએ તે મંડળો અને એકમોને પ્રતિષ્ઠિત જનરલ મેનેજરની એકંદર કાર્યક્ષમતા શિલ્ડ સહિત 27 કાર્યક્ષમતા શિલ્ડ એનાયત કર્યા હતા.વર્ષ 2023-24 માટે શ્રેષ્ઠ સુધારણા શિલ્ડ ભાવનગર મંડળને એનાયત કરવામાં આવી હતી.
શ્રેષ્ઠ મડળ માટે સ્ક્રેપ મોબિલાઇઝેશન શિલ્ડ અમદાવાદ અને ભાવનગર મંડળને સંયુક્ત રીતે એનાયત કરવામાં આવી છે.શ્રેષ્ઠ મંડળીએ શિલ્ડ માટે ઉર્જા કાર્યક્ષમતા શિલ્ડ રતલામ અને ભાવનગર મંડળને સંયુક્ત રીતે એનાયત કરવામાં આવી છે.અશોક કુમાર મિશ્ર દ્વારા ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારને શિલ્ડ અર્પણ કરવામાં આવી હતી, મિશ્રએ તેમના સંબોધનમાં 69મા રેલ્વે સપ્તાહ નિમિત્તે શુભકામનાઓ પાઠવી હતી. તેમણે ઉલ્લેખ કર્યો કે પશ્ચિમ રેલવેએ અનેક પડકારો છતાં ઘણી સિદ્ધિઓ મેળવી છે.તેમણે વર્ષ 2023-24માં પશ્ચિમ રેલ્વેની વિવિધ સિદ્ધિઓની પણ ગણતરી કરી અને સંસ્થાકીય લક્ષ્યો હાંસલ કરવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરવા માટે કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા.

રિપોર્ટ અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.