શ્રીકષ્ટભંજનદેવ દાદાને શનિવાર નિમિત્તે ફુલો અને ફળોનો શણગાર અને અન્નકૂટ ધરાવાયો
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શનિવાર નિમિતે તારીખ 03-08-2024 સવારે 5:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા અને 7:00 કલાકે શણગાર આરતી ચેરમેનશ્રી દેવપ્રકાશ સ્વામી-વડતાલધામ દ્વારા કરવામાં આવી હતી જેનો લ્હાવો હજારો ભક્તોએ લીધો છે આજે દાદાના સિંહાસને ગુલાબ, ઓર્કિડ સહિત 7:00 કલાકે દાદાને સફરજન,કેળા,અનાનસ, મોસંબી,નારંગી વિગેરે ફળનો અન્નકૂટ ધરાવવામાં આવ્યા હતો આજે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે શનિવાર નિમિત્તે દાદાના સિંહાસને વિશેષ શણગાર કરાયો છે જેમાં 200 કિલો ગુલાબ અને ઓર્કિડ સહિતના ફુલ સાથે 500 કિલો વિવિધ ફળનો શણગાર કરાયો છે આ ફુલ અને ફળ વડોદરા અને અમદાવાદથી મંગાવ્યા છે. આ શણગાર કરતા 6 સંત, પાર્ષદ અને ભક્તોને 4 કલાકનો સમય લાગ્યો હતો. આ ઉપરાંત આજે દાદાને 1008 કેળાનો પણ અન્નકૂટ કરાયો છે.
"શ્રદ્ધા કા દૂસરા નામ શ્રી સાળંગપુરધામ"
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.