રાજકોટ શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ. - At This Time

રાજકોટ શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ.


રાજકોટ શહેર તા.૨૨/૪/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના અધ્યક્ષ સ્થાને રાજકોટ શહેર રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. શહેરમાં ટ્રાફિક નિયમન સુચારુ બને અને વાહન અકસ્માતમાં ઘટાડો થાય તે માટે રોડ એન્જિનિયરિંગ, સાઈનેજીસ અને પબ્લિક અવેરનેસના કાર્યક્રમો અસરકારક રીતે આગળ વધારવા પોલીસ કમિશનરએ સંબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બેઠકમાં ખાસ કરીને લાઇસન્સ વિના કોઈ ટીનેજર્સ વાહન ચલાવતા જોવા મળે તો તેમના વાલી વિરુદ્ધ કાર્યવાહી કરવા તેમજ હાઇવે પર હેલ્મેટ વગર વાહન ચલાવતા ચાલકો વિરુદ્ધ કામગીરી કરવા અધિકારીઓને સુચના અપાઈ હતી. કમિશનરએ શહેર ટ્રાફિક પોલીસ અને RTO દ્વારા ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત કરવામાં આવેલા વિવિધ કેસ અને જનજાગૃતિ અભિયાનની કામગીરીને બિરદાવી આ કામગીરી વધુ અસરકારક રીતે કરવા અને વાહન ચાલકો વારંવાર નિયમોનું ઉલ્લંઘન ના કરે તેમજ ટ્રાફિક સેન્સ કેળવાય તે મુજબ કામગીરી કરવા નિર્દેશ આપ્યા હતા. અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયાએ હેવી હોર્ન સાથેનાં વાહન ચાલકો પર કાર્યવાહી, સીટબેલ્ટ બાબતે અવેરનેસ, રોડ પર અડચણરૂપ ટ્રાન્સફોર્મર દૂર કરવા, સાઈન બોર્ડ માર્કિંગ સહિતની બાબતો અંગે માર્ગદર્શન આપ્યું હતું. રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ DCP પૂજા યાદવે તેમજ વાહન વ્યવહાર અધિકારી કેતન ખપેડે છેલ્લા 3 માસમાં ટ્રાફિક ડ્રાઈવ અને માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત સરકારી કચેરી ખાતે હેલ્મેટ વિરોધી ઝુંબેશ, શાળા કોલેજ ખાતે લાઇસન્સ, શહેરના જુના વિસ્તારમાં દબાણ હટાવ, જુદી જુદી શાળા કોલેજમાં જનજગૃતી સહિતના કાર્યક્રમોની વિગત પૂરી પાડી હતી. બેઠકમાં મહાનગરપાલિકા PGVCL, હાઇ-વે ઓથોરિટી સહિતના વિવિધ વિભાગ દ્વારા વિવિધ સ્તરે કરવમાં આવેલી કામગીરીની માહિતી પૂરી પડાઈ હતી. આ તકે ડે.મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાની, જે.વી.શાહ, ACP સહિત વિવિધ વિભાગના અધિકારી, પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image