મહીસાગર જિલ્લાના જેઠોલી શાળા ખાતે જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ કાર્યક્રમ યોજાયો - At This Time

મહીસાગર જિલ્લાના જેઠોલી શાળા ખાતે જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ કાર્યક્રમ યોજાયો


મહીસાગર જિલ્લાના જેઠોલી શાળા ખાતે જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ કાર્યક્રમ યોજાયો

શાળાના બાળકો દ્વારા ૩૩ કૃતિઓ રજૂ કરાઈ જેમાં જિલ્લા કક્ષાએ ૪૨૭ સ્પર્ધકોએ ભાગ લીધો

ધારાસભ્યશ્રી માનસિંહ ચૌહાણ અને જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીની ઉપસ્થિતિમાં કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી મહીસાગર સંચાલિત મહીસાગર જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ બાલાસિનોર તાલુકાના શ્રી એલ. કે.. આર. પટેલ સાર્વજનિક હાઇસ્કૂલ એન્ડ શ્રી સી એલ શાહ ઉચ્ચ માધ્યમિક શાળા જેઠોલી ખાતે બાલાસિનોર ધારાસભ્યશ્રી માનસિંહ ચૌહાણ અને જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો.

પટેલ ભૌમિક બાલાસિનોર
9714056889

આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીએ ઉપસ્થિત બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો અને જે બાળકો આજે ભાગ લઈ રહ્યા છે તે બાળકો સિલેક્ટ થઈ રાજ્ય કક્ષાએ ભાગ લઈ ભવિષ્યમાં ખૂબ આગળ વધે તે માટે શુભકામના પાઠવી હતી.

આજ રોજ જિલ્લા યુવા ઉત્સવ દરમિયાન લોકનૃત્ય, લોકગીત, એકાંકી, કર્ણાટકી સંગીત, સિતાર, વાંસળી, તબલા, વીણા, શાસ્ત્રીય નૃત્ય ભરતનાટ્યમ જેવી વિવિધ ૩૩ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં ૪૨૭ બાળકોએ ભાગ લીધો હતો.

આ પ્રસંગે બાલાસિનોર પ્રાંત અધિકારીશ્રી હિરેન ચૌહાણ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એન ડી મુનિયા, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી શર્મિષ્ઠાબેન વસૈયાં, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, શાળાના આચાર્યશ્રી, શિક્ષકશ્રીઓ સહિત મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.