માળીયા હાટીના પોલીસ સ્ટાફ દ્વારા ચેકિંગ: સ્પેશ્યલ મેગા ટ્રાફિક ડ્રાઇવ યોજાણી - At This Time

માળીયા હાટીના પોલીસ સ્ટાફ દ્વારા ચેકિંગ: સ્પેશ્યલ મેગા ટ્રાફિક ડ્રાઇવ યોજાણી


જૂનાગઢ જીલ્લા એસ.પી સાહેબ શ્રી જૂનાગઢ હર્ષદ મહેતા તથા ડી.વાય.એસ.પી. શ્રી માંગરોળ કીડીયાતર ના માર્ગદર્શન અને સૂચના મુજબ

માળીયા હાટીના શહેર માં વિવિધ વાહન પોઇન્ટ પર તેમજ હાઇવે પર માળીયા હાટીના પી.એસ.આઈ બી.કે.ચાવડા સહિતના પોલીસ સ્ટાફ દ્વારા સ્પેશ્યલ મેગા ટ્રાફિક ડ્રાઇવ યોજાઇ હતી.

આ તકે માળીયા હાટીના પી.એસ.આઈ બી.કે.ચાવડા સહિત ના પોલીસ સ્ટાફ દ્વારા તમામ નાના મોટા વાહનોનું ચેકીંગ હાથ ધર્યું હતું

વાહન ચાલોકો પાસે આરસીબુક, પીયૂશી, લાયસન્સ સહિતનાં કાગળની તપાસ હાથધરી હતી તેમજ તપાસ કરેલ રીક્ષા પર સ્ટીકર પણ લગાવામાં આવ્યા હતા

રીક્ષા માં બેસતા પેસેન્જરો ની સલામતી જળવાઈ રહે તે માટે રીક્ષા ચાલકો ની વિગતો તપાસવામાં આવી તેમજ રીક્ષા ચાલકો કેફીપીણું પી ને કે ગેરકાયદેસર વસ્તુઓની હેરાફેરી કરે છે કે કેમ તે તપાસવામાં આવ્યું, તેમજ કોઈ રીક્ષાઓ અન્ય જગ્યાએ ચોરી થયેલી અન્ય પોલીસ સ્ટેશન વિસ્તાર માં ફરે છે કે કેમ તે માટે પોકેટ કોપ મોબાઈલ એપ્લિકેશન થી સ્થળ પર ચેકીંગ કરવામાં આવેલ

આ સમગ્ર કામગીરી માં રીક્ષા માં બેસેલ પેસેન્જરો ને હેરાનગતિ ન થાય તે વિશેષ તકેદારી રાખવા માં આવેલ

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.