ધંધુકા તાલુકાના બાકી રહેલા ગામોનો સર્વે કરી અતિવૃષ્ટિ પેકેજમાં સમાવેશ કરવા પૂર્વ ધારાસભ્ય ની માંગ. - At This Time

ધંધુકા તાલુકાના બાકી રહેલા ગામોનો સર્વે કરી અતિવૃષ્ટિ પેકેજમાં સમાવેશ કરવા પૂર્વ ધારાસભ્ય ની માંગ.


ધંધુકા તાલુકાના બાકી રહેલા ગામોનો સર્વે કરી અતિવૃષ્ટિ પેકેજમાં સમાવેશ કરવા પૂર્વ ધારાસભ્ય ની માંગ.

સરકાર દ્વારા અતિવૃષ્ટિના કારણે ધોવાણ થયેલ નુક્સાન માટે રાહત પેકેજની જાહેરાત કરાઈ છે. તેમાં ધંધુકા તાલુકાનો સમાવેશ છે. પરંતુ ધંધુકા તાલુકાના બાજરડા, ધોળી, વખતપુર, આણંદપુર, ફેદરા, ખડોળ, હરીપુરા, પચ્છમ, રતનપુર, ઉંમરગઢ, રોજકા, ફતેપુર, તગડી, રાયકા, અડવાળ ગામોનો અતિવૃષ્ટિ પેકેજમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. આ ગામોમાં પણ અતિવૃષ્ટિથી ખૂબ જ નુકસાન થયું છે. જેથી આ બાકી રહી ગયેલા ગામોનો સર્વે કરી આ ગામોનો પણ અતિવૃષ્ટિ પેકેજમાં સમાવેશ કરવો જોઈએ તેવી લેખિત રજૂઆત ધંધુકા ના પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલે મુખ્યમંત્રી તેમજ અમદાવાદ જિલ્લા કલેક્ટર સમક્ષ કરેલ છે.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.