મર્ચી સ્પ્રે છાંટી 2200ની લૂંટ : ઉમંગ પટેલ, અમન નેપાળી અને મિલન ખખ્ખરની શોધખોળ - At This Time

મર્ચી સ્પ્રે છાંટી 2200ની લૂંટ : ઉમંગ પટેલ, અમન નેપાળી અને મિલન ખખ્ખરની શોધખોળ


રાજકોટના યુનિવર્સિટી રોડ પર ભગતસિંહ ગાર્ડન પાસે મર્ચી સ્પ્રે છાંટી 2200ની લૂંટ થયાના પ્રકરણમાં ઉમંગ પટેલ, અમન નેપાળી અને મિલન ખખ્ખરની શોધખોળ પોલીસે હાથ ધરી છે. આ અંગે શિવશક્તિ કોલોનીમાં રહેતા પ્રદ્યુમનસિંહ જાડેજાએ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી પ્રદ્યુમનસિંહ ગુલાબસિંહ જાડેજા (ઉ.વ. 40 રહે. શિવશક્તિ કોલોની, શેરી નં.9)એ જણાવ્યું કે, તા. 30/01/2024 ના રાત્રીના સાડા બારેક વાગ્યાની આસપાસ હું તથા મારા મિત્ર નરેન્દ્રસિંહ રાણા યુની. રોડ ભગતસિંહ ગાર્ડન પાસે નકલંક હોટલની સામે મારા મિત્ર નરેન્દ્રસિંહની સ્કોર્પિયો કારમાં બેઠા બેઠા વાતો કરતા હતા. રાત્રીના એકાદ વાગ્યે હું ઘરે જવા નીકળેલ. એવામાં મને દેકારો સંભળાતા જોતા સ્કોર્પિયો પાસે થાર જીપ ઉભી હતી અને નરેન્દ્રસિંહ સાથે કોઈ ઝઘડો કરતા હતા. ત્યાં જઈ જોયું તો પાડોશમાં રહેતો ઉમંગ ગોવિંદભાઇ પટેલ અને તેની સાથે તેના મિત્ર અમન નેપાળી અને મિલન ખખ્ખર નરેન્દ્રસિંહ સાથે કોઈ જુની અદાવતોને લઈ ને બોલાચાલી કરતા હતા. મેં ઝઘડો કરવાની ના પાડતા ઉમંગ ઉશ્કેરાયો અને મને અપશબ્દો આપવા લાગેલ. નરેન્દ્રસિંહને ઢીંકાપાટુનો માર મારવા લાગેલ હતા. ઉમંગે કહ્યું કે, તને બહુ ચરબી વધી ગઈ છે. એમ કહી મને પાછળથી પકડી રાખેલ અને ઉમંગ એ મારા શર્ટ ના ઉપલા ખિસ્સામા મા રી પાસે અંદાજીત 2200 જેટલા રૂપીયા હતા તે જોટ મારી કાઢી શર્ટ ફાડી નાખેલ. મિલને છરી બતાવી કહ્યું કે, અહીં ઉભા રહ્યા તો જાન થી મારી નાખીશુ. ઉમંગે તેના ખિસ્સામાંથી કોઇ સ્પ્રે કાઢેલ અને તે સ્પ્રે અમને બંનેને આંખમાં છાંટી દીધેલ અને જે સ્પ્રે મરચાનો સ્પ્રે હોય જેનાથી મને ઓછુ દેખાવા લાગેલ અને આંખમાં બળતરા થઈ હતી. આ ત્રણેય ત્યાંથી ભાગી ગયા હતા. અમને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે. આગવી ઢબે પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ઉમંગ રીઢો ગુનેગાર છે પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. ત્રણેયને પકડવા પોલીસે કમર કસી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.