“ઉનાના નાળિયામાંડવી ગામે સગાભાઈએજ ભાઈની કુહાડી નાં ઘા મારી કરી હત્યા….પોલિસે કબરમાંથી મૃતદેહ બહાર કઢાવ્યો…”(જીતેન્દ્ર ઠાકર)
ઉનાના નાળિયા માંડવી ગામમાં એક ચકચારી ઘટના સામે આવી છે. જાવેદ જમાલ શેખે તેના સગા ભાઈ હનીફ જમાલ શેખની કુહાડીના ઘા મારીને હત્યા કરી નાખી છે. વહેલી સવારે બનેલી આ ઘટનામાં મૃતક હનીફ કુહાડી લઈને ઘરે ઝઘડો કરવા આવ્યો હતો. તે અવાર નવાર ઘરમાં ઝઘડા કરતો હતો. આ વખતે આરોપી જાવેદે કુહાડી છીનવી લઈને તેના માથામાં ઘા મારી દીધો હતો. જેના કારણે હનીફનું મોત નિપજ્યું હતું.પરિવારે પોલીસની જાણ બહાર મૃતદેહની દફનવિધિ કરી નાખી હતી. જો કે, મૃતકના નાના ભાઈ ઈબ્રાહિમ જમાલ શેખે દફનવિધિ બાદ પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવી હતી. પોલીસને સાંજે 6:30 વાગ્યે જાણ થતાં તેમણે કાર્યવાહી શરૂ કરી હતી.
નવાબંદર મરીન પોલીસે આરોપી જાવેદને તરત જ ધરપકડ કરી લીધો હતો. ત્યાર બાદ પ્રાંત અધિકારી, ઉના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને મુસ્લિમ સમાજના આગેવાનોની હાજરીમાં મૃતદેહને કબ્રમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઉના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે હત્યાનો ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
9824469110
આ પ્રકારના તમામ સમાચાર માટેે
