કરૂણા અભિયાન” અંર્તગત જન જાગૃત્તિ માટે મહીસાગર વન વિભાગ દ્વારા લુણાવાડા બસ સ્ટેન્ડ ખાતે ભવાઈ કાર્યક્રમ યોજાયો
રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાયણના પર્વ દરમિયાન "પક્ષી બચાવો કરૂણા અભિયાન" અંતર્ગત પક્ષીઓને સમયસર સારવાર મળી રહે તે માટે વન વિભાગ દ્વારા સરકારશ્રીના અન્ય સંબંધિત વિભાગો, બિનસરકારી સંસ્થાઓ અને સામાન્ય પ્રજાના સહયોગથી તહેવારના સમયે પતંગના દોરાથી ઘાયલ પશુઓ અને પક્ષીઓને ખાસ સારવાર સાથે અન્ય માહિતી માટે વિવિધ કાર્યક્રમ થકી જાગૃતિ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે.
આજ રોજ કરુણા અભિયાન અંતર્ગત નાયબ વન સરક્ષણશ્રી નૈવીલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ લુણાવાડા બસ સ્ટેન્ડ ખાતે ભવાઈ થકી લોક જાગૃતિ કાર્યક્રમો યોજાયો હતો. આ કાર્યક્રમમાં પક્ષીઓને બચાવવા અને જન જાગૃતિ લાવવા નિર્દોષ પક્ષીઓને બચાવવા માટે આમ જનતાને જાગૃત કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે
