લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત મતદાર જાગૃતિ અને કેળવણી કાર્યક્રમ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. - At This Time

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત મતદાર જાગૃતિ અને કેળવણી કાર્યક્રમ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.


મે.જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અરવલ્લી દ્વારા તારીખ ૦૧-૦૪-૨૦૨૪ ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત મતદાર જાગૃતિ અને કેળવણી કાર્યક્રમ ((SVEEP) અંગે કરવાની થતી કામગીરી અન્વયે જિલ્લાના sveep ના નોડલ અધિકારીશ્રી , મદદનીશ નોડલ અધિકારીશ્રી ઓને માગૅદશૅન આપી અત્યાર સુધી કરવામાં આવેલ કામગીરી અંગે માહિતી મેળવી તેમજ અત્રેના જિલ્લાના તમામ મદદનીશ ચુંટણી અધિકારીશ્રીઓને લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ દરમિયાન રાખવામાં આવેલ વિશિષ્ટ મતદાન મથકોએ કરવાના થતાં આયોજન બાબતે માર્ગદર્શન આપી તેમના દ્વારા કરવામાં આવેલ આયોજન અંગેની માહિતી મેળવી. તેમજ મે.જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી દ્વારા મતદાર જાગૃતિ અને કેળવણી કાર્યક્રમ ((SVEEP) અન્વયે ECI તેમજ CEO કચેરીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો છેવાડા સુધી પ્રચાર પ્રસાર થાય એ માટે કામગીરી કરવા બેઠકમાં ઉપસ્થિત તમામ અનુરોધ કરવામાં આવ્યો.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.