ઇન્ડિયન એરફોર્સમા અગ્નીવીર વાયુ ભરતી રેલીમાંજોડાવવાની અમુલ્ય તક
ભારતીય હવાઇ દળમાં અગ્નીવીર વાયુની ભરતીમાં જોડાવવા ઇચ્છતા ઉમેદવારો માટે તા. ૨૩ નવેમ્બર ૨૦૨૨ સુધી રાજ્યના અપરણિત મહિલા અને પૂરૂષ ઉમેદવારો માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન http://agnipathvayu.cdac.in. વેબ સાઇટ ઉપલબ્ધ રહેશે. આ માટે જરુરી લાયકાતમાં સદર ભરતી કાર્યક્રમ કેંદ્રિય / રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધો.૧૨(૧૦+૨) /ડિપ્લોમા કોર્સ/ મધ્યવર્તી/સમકક્ષ પરીક્ષા 50% ગુણ સાથે અને અંગ્રેજીમાં ઓછામાં ઓછા 50% ગુણ સાથે પાસ કરેલ હોવું જોઈએ. વય મર્યાદા : ૨૭ જૂન ૨૦૦૨ થી ૨૭ ડિસેમ્બર ૨૦૦૫ વચ્ચે જન્મેલા ફક્ત અપરણિત મહિલા અને પુરુષ ઉમેદવારો (બંને દિવસો સહિત) અરજી કરી શકે છે. શારિરીક લાયકાતમાં પુરુષ માટે ૧૫૨ સે.મી ઉંચાઇ અને મહિલા માટે ૧૫૨.૫ સે.મી હોવી જોઇએ. વજન અને ઊંચાઈ ઉંમરના પ્રમાણમાં હોવું જોઈએ. ઇન્ડિયન એરફોર્સની વધુ માહિતી http://agnipathvayu.cdac.in. વેબસાઇટ પર જોઇ શકાય છે. એમ જિલ્લા રોજગાર વિનિમય કચેરી(૦૨૭૭૨-૨૪૦૯૩૪) હિમતનગરની અખબાર યાદીમાં જણાવાયુ છે.
--
આબિદઅલી ભુરા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.