શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ આયોજિત જ્ઞાનજીવનદાસજી સ્વામી(કુંડળધામ)ની પ્રેરણાથી સાળંગપુર નૂતન દેરી ઉદ્ઘાટન પ્રસંગે પદયાત્રાનું કુંડળધામ થી સાળંગપુરધામતા.૧૪/૦૨/૨૦૨૫ને ,શુક્રવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું - At This Time

શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ આયોજિત જ્ઞાનજીવનદાસજી સ્વામી(કુંડળધામ)ની પ્રેરણાથી સાળંગપુર નૂતન દેરી ઉદ્ઘાટન પ્રસંગે પદયાત્રાનું કુંડળધામ થી સાળંગપુરધામતા.૧૪/૦૨/૨૦૨૫ને ,શુક્રવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું


જેમાં સંતમંડળ, પાર્ષદો-હરિભક્તોની સાથે પદયાત્રાનું કુંડળધામ થી સાળંગપુરધામે બપોરે ૧૧ કલાકે પહોંચી હતી સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે પ.પૂ.સદ્. શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીજીનું શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા) દ્વારા ફૂલહારથી વાજતે ગાજતે સ્વાગત કર્યું હતું તેમજ દાદાના મંદિરમાં પૂજન-અર્ચન-છડી અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સાળંગપુર ગ્રામજનોના સહયોગથી સાળંગપુરમાં આ નૂતન દેરીનું ઉદ્ઘાટન પ.પૂ.સદ્. જ્ઞાનજીવનદાસજી સ્વામીજી સાથે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા ખૂબજ ધામધૂમપૂર્વક કરી આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ સંતોએ સાળંગપુર ગ્રામજનોને ફૂલહારથી સન્માનિત કરી રૂડા આશીર્વાદ આપ્યા હતા.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image