ગેરકાયદેસર ચાલતા મટન શોપ સીલ,પ્રાંતિજમાં પોલીસ બંદોબસ્ત સાથે 13 મટન શોપને સીલ કરાયા,નોટીસ આપ્યા બાદ બીજા દિવસે કાર્યવાહી કરાઈ....... - At This Time

ગેરકાયદેસર ચાલતા મટન શોપ સીલ,પ્રાંતિજમાં પોલીસ બંદોબસ્ત સાથે 13 મટન શોપને સીલ કરાયા,નોટીસ આપ્યા બાદ બીજા દિવસે કાર્યવાહી કરાઈ……. —


ગેરકાયદેસર ચાલતા મટન શોપ સીલ,પ્રાંતિજમાં પોલીસ બંદોબસ્ત સાથે 13 મટન શોપને સીલ કરાયા,નોટીસ આપ્યા બાદ બીજા દિવસે કાર્યવાહી કરાઈ.......
---------------------------------------------------------------------------------------------------------------
સાબરકાંઠાના-: હિંમતનગર,ઇડર,વડાલી,ખેડબ્રહ્મા બાદ હવે પ્રાંતિજમાં પણ પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા 13 મટન શોપને સીલ કરવામાં આવી હતી.ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ પ્રાંતિજ પાલિકાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું.એક દિવસ પહેલા 13 મટન શોપને નોટીસ આપવામાં આવી હતી..

ત્યારબાદ બીજા દિવસે પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ગેરકાયદેસર ચાલતા મટન શોપની સીલીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.પ્રાંતિજ નગરમાં 8 ફેબ્રુઆરીના દિવસે મટન શોપ ચલાવતા વેપારીઓને પાલિકાના આરોગ્ય વિભાગે 13 વેપારીઓને નોટિસ આપી હતી.વહોરવાડ અને ગલેચી ભાગોળ વિસ્તારમાં આવેલા 13 મટન શોપને સીલ કરવામાં આવ્યા હતા.આ કાર્યવાહીમાં પ્રાંતિજ નગરપાલિકા સેનેટરી ઈન્સ્પેક્ટર સંજય ચૌધરી,ગોપાલ પટેલ સહિતની 10થી વધુ સભ્યોની સીલીંગ ટીમ તથા પ્રાંતિજ પોલીસ સીલીંગની કાર્યવાહીમાં જોડાયા હતા.

રિપોર્ટર-:
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.