શિવમ્ ચક્ષુદાન-આરેણાના માધ્યમથી અંગદાન સંકલ્પ પત્ર ભરાયું.
જુનાગઢ-સોમનાથ હાઈવે પર ડારી ટોલ પ્લાઝા પાસે આવેલ નિરાધારનો આધાર માનવસેવા ટ્રસ્ટમાં નિરાધાર અને દિવ્યાંગ લોકોની સેવા કરી માનવ સેવા એ જ પ્રભુ સેવાનો મંત્ર કાયમ માટે બનાવી જેનું દુનિયામાં કોઈ નથી એવા નિરાધાર ભિક્ષુક લોકોને પોતાના આશ્રમે લાવી તેમની સેવા કરનાર એવા શ્રી ધૃવભાઈ લલિતભાઈ સોલંકીએ આજ રોજ શિવમ્ ચક્ષુદાન આરેણાના માધ્યમથી મૃત્યુ બાદ થતા અંગદાનનો સંકલ્પ કરેલ છે.
મૃત્યુ એ સનાતન સત્ય છે એનો સ્વિકાર કરીને મૃત્યુ બાદ પોતાના આ નશ્વર દેહને મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે તેમજ અંગ ન મળવાના કારણે લોકોના મૃત્યુ થાય છે તેવા લોકોને અંગદાન મળી રહે તેવા શુભ હેતુથી આજે તેમણે અંગદાનનો સંકલ્પ કર્યો છે.
ધૃવભાઈ આપના આ ઉમદા વિચારને શિવમ્ ચક્ષુદાન આરેણા વંદન કરે છે.આપ અત્યારે તો માનવસેવાના ભેખધારી તો છો જ આપ દ્વારા કેટલાય લોકોને નવું જીવન મળ્યું છે અને કેટલાય પરિવારથી વિખુટા પડેલા લોકોને આપના પ્રયાસથી તેમના પરિવાર સાથે આપે મેળાપ કરાવ્યો છે જે ખુબ જ વંદનિય કાર્ય છે.સાથે સાથે આપે મૃત્યુ બાદ પણ પોતાના દેહનો શુભ કાર્ય માટે સંકલ્પ કર્યો છે જે બદલ અમો આપની આ સેવાને વંદન કરીએ છીએ અને આપના આ પ્રેરણાદાયી વિચારને બિરદાવીએ છીએ.
ઈશ્વર આપને આવા સેવા કાર્યો કરવામાં ખુબ જ ઉર્જા આપે તેવી શુભકામનાઓ સાથે આપના માતા પિતાને વંદન કે જેના સંસ્કાર થકી આપ આવા ઉજળા કાર્ય કરી રહ્યા છો.
સંકલન નાથાભાઇ નંદાણીયા
રિપોર્ટર સુદીપ ગઢિયા
9909622115
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.