રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માધ્યમિક પંચમહાલ ની કારોબારી બેઠક યોજાઇ - At This Time

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માધ્યમિક પંચમહાલ ની કારોબારી બેઠક યોજાઇ


પંચમહાલ

આજ રોજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પંચમહાલ આયોજિત જિલ્લા કારોબારી બેઠક યોજાઈ. જેમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના તમામ સંવર્ગના અધ્યક્ષ શ્રી ભીખાભાઇ પટેલ અને માધ્યમિક સંવર્ગના અધ્યક્ષ અને તમામ સંવર્ગના કોસાધ્યક્ષ શ્રી રમેશભાઈ ચૌધરી સાહેબની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સંઘ ના કાર્યકર્તા એવા શ્રી વિપુલભાઈ શાહ સાહેબે સંગઠન વિશે ની માહિતી અને માર્ગદર્શન આપ્યું.સંગઠન ને હજુ પણ વધુ મજબૂત બનાવવા માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના મહામંત્રી શ્રી જીતેન્દ્ર ઠાકર સાહેબે શું કરી શકીએ તેના વિશેની માહિતી આપી તેમજ જિલ્લાના તેમજ શિક્ષકોના પડતર પ્રશ્નો વિશે ચર્ચાઓ પણ કરી હતી .પ્રાન્ત સંગઠન મંત્રી અસ્વિનભાઇ પટેલ દ્વારા સંઘના કાયો વિશે પરીચય આપવામાં આવ્યો. પંચમહાલ જિલ્લાના રાષ્ટ્રીય શૈક્ષક મહાસંઘ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક આચાર્ય સંવર્ગના હોદ્દેદારો શ્રી મેહુલભાઈ સેવક. શ્રી ડી એમ ચૌહાણ. શ્રી જીતેન્દ્ર પરમાર તથા સરકારી સંવર્ગના અધ્યક્ષ શ્રી મહિપત ચારણ તથા કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રાપ્ત અધ્યક્ષ શ્રી ભીખાભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને ની માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક જીલ્લા ની નવીન કારોબારી રચનાની ઘોષણા ટૂંક સમયમાં ઓનલાઈન મીટીંગ રાખી જાહેર કરવામાં આવશે

બ્યુરો ચીફ, વિનોદ પગી પંચમહાલ
મો,8140210077


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.