બરવાળા શહેરમાં આવેલ વોર્ડ નંબર 2 માં લોકોને પડી રહે છે ગટરના પાણીથી હાલાકી - At This Time

બરવાળા શહેરમાં આવેલ વોર્ડ નંબર 2 માં લોકોને પડી રહે છે ગટરના પાણીથી હાલાકી


ખારા વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં બજારમાં ગટરના પાણી ફરી વળ્યા

સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર કોઈ હરકતમાં ના હોય તેવું લાગી રહ્યું છે

વિધાનસભાની ચૂંટણી હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ નથી

શું ધારાસભ્ય ખાલી મત માટે જ લોકો પાસે આવે છે

ચૂંટણી પતી જાય પછી કોઈ દેખાતું નથી

રાજકીય શાસકોની અંદર શું આમ જનતા હેરાન થાય છે તે કોઈને નજરે નથી આવતું?

આ ગટરના ગંદા પાણીથી રોગચાળો ફાટે તો તેનું જવાબદાર કોણ?

ક્યાં ગયા સ્થાનિક ધારાસભ્ય જ્યારે મત લેવાના હોય ત્યારે લોક સંપર્ક કરે છે અને જીતી જાય પછી લોકો એમને ગોતે છે તેવી લોકોના મુખે ચર્ચા સાંભળવા મળે છે

બરવાળા શહેરમાં આવેલ ખારા વિસ્તાર વોર્ડ નંબર 2 માં રહેતા લોકોને પડી રહી છે હાલ કી લોકોના ઘર પાસે ગટરના ઢાંકણા તૂટી ગયેલ હોવા છતાં વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકા દ્વારા કોઈપણ જાતના પગલાં લેવામાં આવતા નથી તેમજ નગરપાલિકા દ્વારા ઢાંકણ તૂટી ગયેલા હોવા છતાં રીપેરીંગ કરવામાં આવતા નથી ગટરનું ગંદુ પાણી ઉભરાય અને બજારમાં ફરી વળે છે તેમજ આજુબાજુમાં રહેતા લોકોને મંદવાડ નો સામનો કરવો પડે છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ જાતના પગલાં લેવામાં આવેલ નથી સ્થાનિક લોકોની માંગ એવી છે કે જલ્દીથી તેમના પ્રશ્નનો નિવારણ આવે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.