શ્રીકષ્ટભંજનદેવ દાદાને પ્યોર સિલ્કના કાપડના વાઘા સિંહાસને 200 કિલો સેવંતીના રંગબેરંગી ફુલનો શણગાર ધરાવવામાં આવ્યો
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.07-02-2025ને શુક્રવારના રોજ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને ગુલાબ-સેવંતીના મીક્સ ફુલોનો દિવ્ય શણગાર કરાયો હતો ધરાવાયો હતો. આજે સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી દાદાના સિંહાસને આજે સેવંતીના રંગબેરંગી ફુલનો શણગાર કરાયો છે આજે કરાયેલા દાદાના શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે,એક હરિભક્તના યજમાન પદે આજે દાદાનું રાજોપચાર પૂજન સાંજે 4થી 6:15 વાગ્યા સુધી કરાશે. જે અંતર્ગત દાદાને પ્યોર સિલ્કના કાપડના સાળંગપુરમાં તૈયાર થયેલા વાઘા પહેરાવાયા છે. આ સાથે સિંહાસને 200 કિલો સેવંતીના રંગબેરંગી ફુલનો શણગાર કરાયો છે દાદાના શણગાર-આરતી-દર્શનનો અમૂલ્ય લ્હાવો અનેક ભકતોએ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે
