જસદણ ન્યાયાલયમાં ચાર વર્ષથી પતિ-પત્ની વચ્ચે ચાલતા પારિવારિક કેસનું સુખદ સમાધાન - At This Time

જસદણ ન્યાયાલયમાં ચાર વર્ષથી પતિ-પત્ની વચ્ચે ચાલતા પારિવારિક કેસનું સુખદ સમાધાન


જસદણ શહેરમાં રહેતા જનકબેન કે જેમના લગ્ન દ્વારકા શહેરમાં દશરથભાઈ દિલીપભાઈ મોયા સાથે થયેલા અને લગ્ન બાદ થોડા સમય સુધી લગ્ન જીવન સારી રીતે ચાલેલ અને સંતાનમાં એક દીકરો હોય પરંતુ થોડા સમય બાદ નાની-નાની બાબતમાં પારિવારિક પ્રશ્નોને લીધે ઝઘડાઓ થતા. આમ ત્યારબાદ જનકબેન પોતાના પિયર જસદણ ખાતે રહેતા હોય અને જસદણની ન્યાયાલયમાં જનકબેન દ્વારા ભરણપોષણનો કેસ દાખલ કરવામાં આવેલ અને કોર્ટ દ્વારા ભરણપોષણ મંજૂર કરવામાં આવેલ.
આમ આ કેસ હાલ જસદણ ન્યાયાલયના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી કે.એન.દવે સાહેબની કોર્ટમાં ચાલતો હોય ત્યારે જસદણ ન્યાયાલયના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટશ્રી કે.એન.દવે સાહેબ દ્વારા બંને પક્ષકારોની રજૂઆતોને સાંભળેલ ત્યારબાદ નામદાર મહેરબાન જજ સાહેબ દ્વારા બંને પક્ષકારોને તેમના તથા બાળકના આગળના ભવિષ્ય બાબતે ખૂબ જ સારી રીતે સમજાવેલ. આમ બંને પક્ષકારોએ નામદાર મહેરબાન જજ સાહેબશ્રીની વાત માની અને પોતાની ભૂલ સમજાયેલ અને બંને પક્ષકારોએ પોતાના તથા બાળકના ભવિષ્યની ચિંતાનો વિચાર કરી કેસ આગળ ન ચલાવવા અને પતિ પત્ની અને બાળક સાથે રહેવાનો સુખદ નિર્ણય લીધેલ અને બંને પક્ષકરોએ
જસદણ ન્યાયાલયના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી કે.એન.દવે સાહેબનો સારી સમજાવટ બદલ ખૂબ ખૂબ આભાર માનેલ અને નામદાર મહેરબાન જજશ્રી કે.એન.દવે સાહેબશ્રીને ખુબજ આશીર્વાદ આપેલ.આ સાથે પક્ષકારના એડવોકેટ શ્રી આર.એન.શેઠ સાહેબ તથા જસદણ ન્યાયાલયના રજીસ્ટ્રારશ્રી એમ.બી. પંડ્યા સાહેબનો પણ સુખદ સમાધાનમાં ખૂબ જ સારો એવો સહયોગ રહેલ.
આમ બંને પક્ષકારો જનકબેન અને દશરથભાઈ પોતાના વિચારો રજૂ કરતા જણાવેલ કે પતિ પત્નીના કેસોમાં પતિ અને પત્ની પોતાની રીતે સમજે અને મુખ્ય હકીકત અને પરિસ્થિતિને જાણે તેમજ અગાઉ બનેલ ઘટનાને ભૂલી જઇ અને થોડુંઘણું જતું કરીને ભવિષ્યનો વિચાર કરીને યોગ્ય રીતે રસ્તો કરવામાં આવે તો આજના સમયમાં જે નાની નાની વાતને લઇને છુટાછેડા થાય છે તે અટકી જાય.
આમ જસદણ ન્યાયાલયના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી કે.એન.દવે સાહેબના સારા એવા સમજાવટના પ્રયત્નથી બંને પક્ષકારો વચ્ચે સુખદ સમાધાન થયેલ તે સમાજમાં એક ઉત્તમ ઉદાહરણરૂપ છે. આમ પતિ પત્નીના કેસોમાં નાની નાની વાતને લઈને છૂટાછેડા થાય છે પરંતુ ભવિષ્યનો વિચાર કરી સુખદ સમાધાન કરવામાં આવે તો પારિવારિક લગ્નજીવન સફળ બને તેવું લીગલ વિભાગના પેનલ એડવોકેટ પ્રકાશ પ્રજાપતીએ તેમની યાદીમાં જણાવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.