સરહદી વાવ તાલુકાના ગામોના ખેડૂતોએ વરસાદી પાણીનો નિકાલ તાત્કાલિક કરવા બાબતે થરાદ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી - At This Time

સરહદી વાવ તાલુકાના ગામોના ખેડૂતોએ વરસાદી પાણીનો નિકાલ તાત્કાલિક કરવા બાબતે થરાદ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી


વાવ તાલુકાના રણ વિસ્તારના કાંઠે સરહદી ગામો જેવા કે ગોલગામ બુકણા વા સરદારપુરા ગામોમાં દર વર્ષે પાણી ભરાઈ જવાથી હજારો ખેડૂતોની ખેતીલાયક જમીન ઉજ્જડ થવાથી ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે જે વરસાદી પાણી ઉપરવાસમાંથી રેલ નદીનું થરાદના દૂધમાંથી વાયા ઢીમાથી સરહદી ગામોમાં આવે છે જોકે માલસણ રાવડા ચારડા નું પાણી વાવ થઈ સરહદી ગામો આવે છે અને ગોલગામ ગામની અંદરની જમીનમાં અગાઉ રાહત કામમાં બનાવેલા આઠ બંધને કારણે આ વરસાદી પાણી રોકાઈ રહેવાથી આશરે ૫૦૦ હેક્ટર જમીનમાં વિસ્તારમાં પાણી પ્રસાયેલું છે જેના કારણે સરહદી ગામોના કાચા રસ્તા નો ગામથી ગામ વચ્ચેનો સંપર્ક તૂટી ગયેલ છે અને સમગ્ર વિસ્તારમાં 200થી વધુ ખેડૂતો તેમના ઢોર ઢાકર સાથે કાયમી વસવાટ કરે છે તો તેમને રોજિંદા કામ માટે અવર-જવર કરવા માટે પારાવાર મુશ્કેલીઓ વેઠીને નજીકના ગામમાં કે શહેર સુધી જવા માટે બે થી ચાર કિલોમીટરની જગ્યાએ ૧૦ થી ૧૫ કિલોમીટર પડે છે તેમ જ પાણી ભરાવાથી સમગ્ર વિસ્તારમાં મચ્છરજન્ય રોગોનો પણ ઉદભવ થવાની શક્યતા ને લઇ આ વિસ્તારના ખેડૂતોના બાળકો શાળાએ શિક્ષણ માટે જઈ શકતા નથી જેથી બાળકોના ભવિષ્ય પર વિપરીત અસર થઈ શકે છે આરોગ્યની શિક્ષણ જેવી પાયાની સુવિધાઓથી પણ વંચિત રહી રહ્યા છે વધુમાં જણાવ્યું હતું કે અછતના સમયમાં વરસાદી પાણીના સંગ્રહ માટે બંધપાળા સરકાર દ્વારા જે તે ખેતરોમાં બાંધેલા હતા તે બંધપાળા ઊંચાઈ વધારે હોવાથી વરસાદી પાણીનો નિકાલ હરણમાં થઈ શકતો નથી ત્યારે અત્યંત વરસાદી પાણીનો અતિશય વધારે સંગ્રહ થવાથી ઘણા ગામોની જમીનમાં પાંચથી 15 ફૂટ સુધી પાણી પથરાયેલું પડ્યું છે જેના કારણે ખારાસનું પ્રમાણ પણ વધી રહ્યું છે જે પાણી નિકાલ માટે બુકણા થી ગોલગામ ડામોર રોડ ઉપર નજીકમાં ત્રણ જગ્યાએ નાણા મુકેલા છે પરંતુ અમુક ઈસમો દ્વારા આ નાળા પુરી નાખવામાં આવેલા છે જેથી આ પાણી આગળ વધતા નિકાલ માટે વર્ષો અગાઉ સરકારની હરિયાળી પ્રોજેક્ટ માં કોઝવેઝ બનાવેલા જેની પહેલા જ ખેતરના બંધપાળા બનાવેલા હોવાથી પાણીનો પ્રવાહ આગળ વધી શકતો નથી અને ઉપરવાસથી આવેલું પાણી ખેતરોમાં પડેલું રહે છે અને બંધપાળાથી રણ તરફ જે ખેડૂતોના ખેતરો આવેલા છે તેમાંથી અમુક ખેતરોના ખેડૂતો આ બંધ પાડો તોડી પાણીનો નિકાલ કરતા અટકાવે છે જેના કારણે 200થી વધારે કુટુંબોને તકલીફ વેતવી પડે છે તો સરકાર દ્વારા સત્વરે પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગેલી બોળી સંખ્યામાં ખેડૂતોએ થરાદ નાયબ કલેકટર કચેરી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી

અહેવાલ - ભરત ચૌહાણ થરાદ બનાસકાંઠા


7046922315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.