હળવદની આલાપ સોસાયટીમાં 25 ડિસેમ્બરના રોજ ગણિત મહોત્સવનું આયોજન - At This Time

હળવદની આલાપ સોસાયટીમાં 25 ડિસેમ્બરના રોજ ગણિત મહોત્સવનું આયોજન


સમાજ દ્વારા, કોઈ સોસાયટી દ્વારા ગણિત મહોત્સવનું આયોજન થતું હોય તેવું ભાગ્યે જ જોવા મળતું હોય છે.
મહાન ભારતીય ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનનો જન્મ દિવસ 22 ડિસેમ્બર આપણા દેશમાં રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવાય છે.
* આ ઉજવણીના ભાગ રૂપે *આગામી 25 ડિસેમ્બર 2023, સોમવાર* ના રોજ હળવદની આલાપ સોસાયટી અને ઓલ ઈન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ દ્વારા સંયુક્ત ઉપક્રમે મોરબી જિલ્લા કક્ષાનો ગણિત મહોત્સવ યોજવા જઈ રહ્યો છે.
* *આ ગણિત મહોત્સવમાં ઓલ ઈન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબના ચેરમેન ડૉ. ચંદ્રમૌલી જોશી સાહેબ તથા ISRO ના નિવૃત્ત વૈજ્ઞાનિક શ્રી ડૉ. જયંત જોશી સર આખો દિવસ બાળકોની સાથે રહીને તેમને માર્ગદર્શન પૂરું પાડવાના છે.*
* ઉપરોક્ત મોરબી જિલ્લા કક્ષાના ગણિત મહોત્સવમાં ભાગ લેવા માટે મોરબી જિલ્લાના સૌ ગણિતમાં રસ ધરાવતા શિક્ષકોને ગણિતનું કોઈ મોડલ, કોયડો, પઝલની કૃતિ બનાવી પોતાના બાળકોને ભાગ લેવા માટે તથા મોરબી જિલ્લાના સૌ ગણિતપ્રેમી નાગરિકોને આ ગણિત મહોત્સવ જોવા માટે આલાપ સોસાયટી હળવદ તરફથી ભાવભીનું હાર્દિક નિમંત્રણ છે.
* ખાસ નોંઘ : આ એક દિવસના ગણિત મહોત્સવમાં ભાગ લેનાર સૌ શિક્ષક મિત્રો અને તેમના વિદ્યાર્થિઓની ભોજન વ્યવસ્થા આલાપ સોસાયટીના એક ઘરે ઍક શાળાના શિક્ષક અને તેના બે વિદ્યાર્થીઓ એમ કુલ 3 લોકોનું ભોજન એવી રીતે દરેકની ભોજન વ્યવસ્થા સોસાયટીદ્વારા ઘરેઘરે ગોઠવવામાં આવી છે.
* ગણિત મહોત્સવની વિગત નીચે મુજબ છે.
* દિનાંક : 25/12/2023 સોમવાર
09:30 કલાકે સ્વાગત, રજિસ્ટ્રેશન
10:00 કલાકે - ઉદ્ઘાટન સમારંભ
(Opening Ceremony)
11:15 કલાકે - ગણિત મહોત્સવ ખૂલ્લો મુકાશે
11:15 થી 01:00 - ગણિતના મોડેલનું નિદર્શન
01:00 થી 02:00 - ભોજન
(ભાગ લેનાર તમામ બાળકો, માર્ગદર્શક શિક્ષકો,
આમંત્રિત મહેમાનોનું ભોજન આલાપ સોસાયટી
પરિવારના દરેક ઘરે ઘરે થશે.)
02:00 થી 03:15 - ગણિત મોડેલ પ્રદર્શન
03:30 થી 04:30 - પ્રમાણપત્ર વિતરણ
(Closing Ceremony)
* *ખાસ નોંધ: બાળકોને 1,2,3 એમ કોઈ નંબર આપવાના નથી પરંતુ ભાગ લેનાર દરેક બાળકોને ઓલ ઈન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ દ્વારા પ્રમાણપત્ર અને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.*

* ગણિત મહોત્સવમાં ભાગ લેવા માટે પોતાની કૃતિની નોંધણી કરવા માટે નીચેના નંબરમાં સંપર્ક કરવો.
- *પ્રકાશભાઈ દસાડિયા : 9427565477*
- *પંકેશભાઈ પટેલ : 9913967976*
- *અશોકભાઈ લખતરિયા : 99092 25526*

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.