પોરબંદર:મહેર વિદ્યાર્થી ભવન ખાતે મહેર સમાજના અગ્રણીઓના નામના વૃક્ષોનું વૃક્ષા રોપણ કરાયું
આપણું પોરબંદર ગ્રીન પોરબંદર અભિયાન અંતર્ગત આયોજન કરવામાં આવ્યું હતું
ગોસા(ઘેડ)તા. ૨૪/૦૨/૨૦૨૫
આપણું પોરબંદર ગ્રીન પોરબંદર અભિયાન અંતર્ગત શહેરને હરિયાળું બનાવવાની કામગીરી ધમધમી રહી છે અને ૭૫૦૦ થી વધુ પોરબંદર શહેર અને આજુબાજુ મેઈન રોડ ઉપર વૃક્ષોનું વાવેતર થઈ ચૂક્યું છે ત્યારે તેના મુખ્ય આયોજકો શ્રી રામદેવભાઇ મોઢવાડિયા શ્રી પ્રવીણભાઈ ખોરાવા અને કોર્ડીનેટેર ધર્મેશભાઈ પરમાર સહિત ટીમ દ્વારા એરપોર્ટ સામે આવેલ મહેર વિદ્યાર્થી ભવન ખાતે વૃક્ષ રોપણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના અને શ્રી માલદેવ રાણા મહેર એજયુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટીઓ અને આગેવાનોના વરદ હસ્તે વૃક્ષ રોપણ કરવામાં આવ્યું હતું જેમાં શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના પ્રમુખ શ્રી વિમલજીભાઈ નાથાજીભાઈ ઓડેદરા નામનું એક વૃક્ષ રોપણ કરવામાં આવ્યું તેમજ પૂર્વ સાંસદ અને શ્રી માલદેવ રાણા મહેર એજયુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ શ્રી ભરતભાઈ માલદેવજીભાઈ ઓડેદરા,પૂર્વ ધારાસભ્ય સ્વ.લક્ષ્મણભાઈ ભીમાભાઈ આગઠ, સભ્યશ્રી, ગ્લોબલ મહેર સુપ્રિમ કાઉન્સિલ યુ.એસ.એ. શ્રી ભીમાભાઇ સવદાસભાઈ મોઢવાડીયા, શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ પૂર્વ ઉપપ્રમુખ સ્વ સાજણભાઈ રામભાઈ ઓડેદરા નામના વૃક્ષો તેમના તથા તેમના પરિવારના સભ્યોના વરદ હસ્તે વૃક્ષ રોપણ કરી અને આજીવન વૃક્ષ રૂપી સ્મૃતિનું રોપણ કરવામાં આવ્યું હતું આં પ્રસંગે ખાસ ઉપસ્થિત પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી બાબુભાઈ બોખીરિયા ખાસ હાજર રહયા હતા સાથે ગ્રીન પોરબંદરના સ્વપ્નદ્રષ્ટા અને તાલુકા રેડક્રોસ સોસાયટીના પ્રમુખ શ્રી રામદેવભાઈ મોઢવાડીયા નવઘણભાઈ મોઢવાડીયા
અરજનભાઈ ખિસ્તરિયા રામભાઈ ઓડેદરા અશોકજીભાઈ ઓડેદરા દિલીપભાઈ ઓડેદરા જીતુભાઈ આગઠ સાથે મોટી સંખ્યામાં મહેર સમાજના આગેવાનો અને ગ્રીન પોરબંદર ગ્રીન આર્મી માંથી ડો આશિષભાઈ સેઠ ગ્રીન પોરબંદર કોડીનેટર
ધર્મેશભાઈ પરમાર ભરતભાઈ રૂઘણી પૂર્વ કાઉન્સિલર ધવલભાઈ જોશી પિયુષભાઈ મજીઠીયા બાબુભાઈ મોઢા હાર્દિકભાઈ તન્ના એડવોકેટ નિલેશભાઈ ભૂતિયા સામાજિક આગેવાન દિલીપભાઈ પરમાર મોટી સંખ્યામાં ગ્રીન આર્મી ના ટીમ મેમ્બરો ઉપસ્થિતિ રહ્યા હતા
રિપોર્ટર :-વિરમભાઈ કે.આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
