શહેરાની સરકારી વિનયન કૉલેજ ખાતે આપત્તિ વ્યવસ્થાપન અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો
વિદ્યાર્થીઓને આગ સલામતી, પ્રાથમિક સારવારની તાલીમ, સર્પ દંશ અને મધમાખી દંશ અંગેની તાલીમ અને જાણકરી અપાઈ
પંચમહાલ,
પંચમહાલ જિલ્લા કલેક્ટરશ્રી આશિષકુમારના માર્ગદર્શન હેઠળ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા સરકારી વિનયન કૉલેજ, શહેરા ખાતે આપત્તિ વ્યવસ્થાપન અંગે ઓરીએન્ટેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને આગ સલામતી, પ્રાથમિક સારવારની તાલીમ, તેમજ સર્પ દંશ, મધમાખી દંશ અને અન્ય વન્ય જીવ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં DPO શ્રી ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ગોધરા ફાયર વિભાગના અધિકારીશ્રી, MDMRTA સંસ્થાના કોર્ડીનેટર ઉપરાંત આગ સુરક્ષા વિષય અંગેના માસ્ટર ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં કૉલેજના N.S.S સહિતના અંદાજે કુલ ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ, કૉલેજના પ્રાધ્યાપક તથા અન્ય સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે
