ફાગણી પૂનમે ડાકોરના ઠાકોરના દર્શનાર્થે જતાં પદયાત્રી ભક્તો માટે સેવા કરતા લોકોમાં પણ દર વર્ષે અનેરો ઉત્સાહ જોવા મળે છે. - At This Time

ફાગણી પૂનમે ડાકોરના ઠાકોરના દર્શનાર્થે જતાં પદયાત્રી ભક્તો માટે સેવા કરતા લોકોમાં પણ દર વર્ષે અનેરો ઉત્સાહ જોવા મળે છે.


ડાકોરના ઠાકોરના પદયાત્રી ભક્તો માટે અંદાજે છેલ્લા ૩૦ વર્ષથી દેવકીનંદન વિશ્રામ ગૃહ સિંહુજ ખાતે ચિરીપાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભગોજન પ્રસાદી ગ્રહણ કરવા સ્વચ્છ બેઠક વ્યવસ્થા, કાળિયા ઠાકર ના દર્શનાર્થે જતાં ભક્તોમાં ઉત્સાહ અને જોષ ભરતી ભજન કીર્તન કરતી સંગીત કલાકારો ની ટીમ, બાળકો અને અને યુવાનો માટે ફળાહાર, ચા, સહિત ૩ દિવસ રોજ જુદા જુદા નાસ્તા ખુબજ સુંદર અને સરાહનીય પ્રસાદી સેવા નું આયોજન કરવામાં આવ્યું હતું,

આવિષ્કાર ચેરીટેબલ ટ્રસ્ટ તથા અમદાવાદ સિવિલ ડિફેન્સ ( રામોલ ડિવિઝન ) તરફથી હાથીજણ બાગવન હોટેલ ની સામે ડાકોર ના ઠાકોર ના પદ યાત્રી ભક્તો માટે ખુબજ સુંદર અને સરાહનીય પ્રસાદી સેવા નું આયોજન કરવામાં આવ્યું હતું.

Report by :- Keyur Thakkar Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image