જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ - At This Time

જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ


જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને
જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
-------------------
ઈણાજ કલેકટર કચેરીના સભાખંડ ખાતે કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.

જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં સ્વાગત કાર્યક્રમ સહિત રજૂ થયેલા પ્રશ્નો અને મુદ્દાઓ અંગે જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નો અંગે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ વોટર લોગિંગના પોઈન્ટ આઈડેન્ટીફિકેશન અને તેના નિવારણ માટે કરવાના થતા આગોતરા આયોજન અંગે સમીક્ષા કરવામાં આવી હતી અને જન પ્રતિનિધિશ્રી દ્વારા દિશાસૂચક દિવાદાંડી, મત્સ્ય ઉતરાણ કેન્દ્ર, પવનચક્કીની મંજૂરી, પવનચક્કીની કામગીરી, સૂત્રાપાડાના તાલુકાના વિરોદર ગામે અતિ જર્જરિત પાણીની ઊંચી ટાંકી બાબત, બ્રોડગેજ-મીટરગેજ લાઈન વગેરે વિશે પ્રશ્નો રજૂ કરવામાં આવ્યાં હતાં.

જનપ્રતિનિધિશ્રી દ્વારા રજૂ કરાયેલા આ તમામ પ્રશ્નો ધ્યાને લઈ કલેક્ટરશ્રીએ જનસુખાકારીના પ્રશ્નોનું નિયમસર અને સમયસર કામ કરી એક-બીજા વિભાગોના સંકલનમાં રહીને સકારાત્મક દિશામાં કામગીરી કરવા સંલગ્ન વિભાગોને સૂચના આપી હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજૂલાબહેન મૂછાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસવડા શ્રી મનોહરસિંહ જાડેજા, ગીર-પશ્ચિમ વનવિભાગના નાયબ વન સંરક્ષક શ્રી પ્રશાંત તોમર, નિવાસી અધિક કલેકટર શ્રી રાજેશ આલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી યોગેશ જોશી, સહાયક વન સંરક્ષક શ્રી વિકાસ યાદવ, પ્રાંત અધિકારી શ્રી વિનોદ જોશી સહિતનાં જિલ્લા-તાલુકાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

૦૦૦૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image