ગીર સોમનાથ જિલ્લાનાં ઞીર ગઢડા તાલુકાનાં બોડીદર ગામે પડતર જમીનમાં ગૌશાળા બનાવવાનું યુવા સંગઠન દ્વારા આયોજન લોકોના સહકારની કરી આપીલ - At This Time

ગીર સોમનાથ જિલ્લાનાં ઞીર ગઢડા તાલુકાનાં બોડીદર ગામે પડતર જમીનમાં ગૌશાળા બનાવવાનું યુવા સંગઠન દ્વારા આયોજન લોકોના સહકારની કરી આપીલ


તા: ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના બોડીદર ગામે હાલ અત્યારે યુવા સંગઠન દ્વારા પૂરજોશમાં ગૌશાળા બનાવવાનું કામ લોક ફંડ અને લોકોના સહકારથી તાત્કાલિક ઊભું થાય એ માટે યુવા સંગઠન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે આ ગૌશાળા બનાવવા માટે અને ગૌશાળાની પડતર જમીનની સફાઈ કરીને કઈ રીતે તાત્કાલિક ગૌશાળા ઊભી થાય અને એક જ વર્ષમાં ગૌશાળાનું કામ પૂર્ણ થાય એ માટે આજથી આ ગૌશાળા બનાવવા માટે સંકલ્પ કરી દરેક યુવાનો ગૌશાળા બનાવાના સંકલ્પ સાથે જોડાયા હતા અને આજે બે થી ત્રણ કલાક જી.સી.બી ચલાવીને અનેક ખતરનાક જેરી બાવળોનો વિનાશ કરીને ગૌશાળા બનાવવા માટેની જગ્યા ખુલ્લી કરીને વ્યવસ્થા કરવામાં આવી હતી આ ગૌશાળા બનાવવા માટે હાલ અત્યારે આજે ખાણની પડતર જમીન હોય જેમાં ઓછું બાંધકામ અને 200 જેટલી ઞાયોની વ્યવસ્થા થઈ જાય એવી જગ્યા હોય જે નક્કી કરીને આજે દરેક યુવાનો આ ગૌશાળાના સંકલ્પ માટે જોડાયા હતા જેમાં આ યુવાનોએ લોકફંડ અને લોકોના સહકારથી 100 જેટલી રખડતી ગાયોને પ્રાઇવેટ ખાનગીકરણ વેક્સિન પણ કરાવ્યું હતું

ત્યારબાદ આજે ગુજરાતભરમાં લંપી વાઈરસએ હાહાકાર મચાવ્યો છે ત્યારે અનેક આવી રખડતી ગાયો અને અબાળા પશુઓનો જીવ લીધો છે એના અનુસંધાને આજે આ ગાયોને બચાવવા માટે ગૌશાળાનો સંકલ્પ કર્યો છે અને ધીમે ધીમે જેમ જેમ લોકોનો સહકાર મળતો જશે તેમ તેમ આગળનું કામ શરૂ કરીને જલ્દી ને જલ્દી ગૌશાળા પૂર્ણ થાય અને તમામ જ્ઞાતિના લોકો બોડીદરના દરેક ગામજનો અમને યુવાનોને સહકાર આપે એવી અપીલ પણ કરવામાં આવી છે સાથે મળીને મારું ગામ એક-ગાય માતાથી ઓળખાતું ગામ એવી જ રીતે સંકલ્પ કરીને આજે દરેક યુવાનો ગૌશાળા બનાવવા માટે જાગૃત બનીને આગળ આવ્યા હતા જેમની કામગીરીને પણ લોકોએ બિરદાવી હતી

પ્રેસ રિપોર્ટર ડી.કે વાળા ગીર ગઢડા ગીર સોમનાથ
મોં 8780138711/6353343852


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.