** ઝાલોદ નિવૃત એસ-ટી પેન્શનરોના પેન્શનમાં વધારો કરવા કલેક્ટરશ્રીને રજૂઆત
** ઝાલોદ નિવૃત એસ-ટી પેન્શનરોના પેન્શનમાં વધારો કરવા કલેક્ટરશ્રીને રજૂઆત
ઝાલોદ સહિત આસપાસ એસ.ટી. વિભાગના (GSRTC) તમામ નિવૃત કર્મચારીઓને પેન્શન સ્કીમ - ૧૯૯૫ થી લાગુ કરેલ છે. જે ફક્ત મર્યાદિત ક્ષેત્રમાં જ આપવામાં આવે છે. સરકારશ્રીના નાના-મોટા તમામ વિભાગોમાં ફરજ બજાવતાં કર્મચારીઓને વખતો-વખત લાગુ થતાં લાભો ટી.એ. તથા ડી.એ. જેવા મોઘવારીના લાભો મોઘવારીને ધ્યાને લઈ આપવામાં આવે છે. પરંતું અમારા આ ગુજરાત એસ.ટી. વિભાગના નિવૃત કર્મચારીઓને આ અંગેના કોઈપણ લાભો આપવામાં આવતા નથી. તેઓને માત્ર નહિંવત પેન્શન ચુકવાય છે. ગુજરાત એસ.ટી. કોર્પોરેશન જે ઓલ ઈન્ડીયામાં સારામાં સારું સુગમ વહીવટ ધરાવતું મોટામાં મોટું કોર્પોરેશન છે. તેમજ આ કોર્પોરેશનમાંથી નિવૃત થયેલ કર્મચારી ભાઈઓએ ઉત્સાહપૂર્વક સોંપેલી ફરજ નિભાવેલી પણ છે. છતાં પણ આનો કોઈ જ લાભ આ કર્મચારીઓને આપવામાં આવતો નથી. સરકારના સમગ્ર કર્મચારીઓને પેન્શનના લાભો જાહેર કરવામાં આવે છે. પરંતું તે લાભો ફકત ગુજરાત એસ.ટી. કોર્પોરેશનના ભાઈઓને જ અસરકર્તા નથી. તો આ રજુઆતોને ધ્યાને લઈ આ મોંઘવારી સામે ટકી રહેવા માટે મળતા પેન્શનમાં વધારો થાય તેમ કરવા વિનંતી છે પોતાની માંગને લઈ મોટી સંખ્યામા પેન્શનરો ઉપસ્થિત રહ્યા હતા
8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે
