રાજકોટ શહેર ખાતે યોજાયેલ રાજયકક્ષાની ખેલ મહાકુંભ-૩.૦ બેડમિન્ટન સ્પર્ધા સંપન્ન.
રાજકોટ શહેર તા.૨૨/૪/૨૦૨૫ ના રોજ રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજીત તેમજ જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર, રાજકોટના ઉપક્રમે રાજયકક્ષાની ખેલ મહાકુંભ ૩.૦ બેડમિન્ટન સ્પર્ધા રાજકોટ ખાતે યોજાઇ હતી. જેમાં ઓપન એઇજ ગ્રુપ તેમજ ૪૦ અને ૬૦ વર્ષ ઉપરના ભાઇઓ-બહેનો માટેની સ્પર્ધાઓમાં વિજેતાઓને બિરદાવી સન્માનિત કરાયા હતા. રાજ્યના યુવાનો તેમજ રમતવીરો ખેલકૂદમાં આગળ વધે તે માટે ખેલ મહાકુંભ સહિત રમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. આ પ્રકારની રમત સ્પર્ધાઓથી રમતવીરોનું મનોબળ વધે, સાથે સાથે ખેલ પ્રેમીઓ રમતગમત ક્ષેત્રે આગળ વધી શકે તે માટે રાજ્ય સરકાર સ્પર્ધાઓ યોજી રમતવીરોને સન્માનિત અને પ્રોત્સાહિત કરે છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે
