અંજાર નગરપાલિકાના શાસક પક્ષના નેતા નિલેશગિરિ એમ. ગોસ્વામી એ વિભાગીય નિયામક શ્રી, એસ.ટી. વિભાગ, ભુજને સવાસર નાકા થઈને એસ.ટી.ની બસો પસાર થાય તેવો પત્ર પાઠવામા આવ્યો - At This Time

અંજાર નગરપાલિકાના શાસક પક્ષના નેતા નિલેશગિરિ એમ. ગોસ્વામી એ વિભાગીય નિયામક શ્રી, એસ.ટી. વિભાગ, ભુજને સવાસર નાકા થઈને એસ.ટી.ની બસો પસાર થાય તેવો પત્ર પાઠવામા આવ્યો


અંજાર નગરપાલિકાના શાસક પક્ષના નેતા નિલેશગિરિ એમ. ગોસ્વામી એ વિભાગીય નિયામક શ્રી, એસ.ટી. વિભાગ, ભુજને પત્ર પાઠવીને જણાવેલ છે કે સવાસર નાકા થઈને જ એસ.ટી.ની બસો પસાર થાય અને ત્યાં સ્ટોપ કરે તેવી રજૂઆત બે થી ત્રણ વખત કરેલ છે. તારીખ 15/04/2023 ના રોજ ભુજ વિભાગના નિયામક શ્રી દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં સ્પષ્ટ જણાવેલ છે કે હવેથી અંજાર આવતી દરેક એસ ટી બસોએ સવાસર નાકા થઈને જવાનું રહેશે. પરંતુ આ પરિપત્રનો અમલ થતો ન હોઈ રજૂઆત કરવાની ફરજ પડેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભુજ વિભાગ દ્વારા અંજાર ડેપોથી ગંગા નાકા ડાયવર્ઝન આપવામાં આવેલું. તેનું કારણ જે તે સમયે સવાસર તળાવના ઓગનનું પાણી વેસ્ટ ન જાય અને તે સિદ્ધેશ્વર તળાવમાં ઠલવાય તે માટે નગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી હોવાના કારણે તે સમય પૂરતો આ ડાયવર્ઝનનો અમલ કરવાનો હતો. જે કાર્ય પૂરું થઈ ગયાને બે વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં ઘણી બધી બસો આજની તારીખે સવાસર નાકે જતી નથી. નિલેશગિરિની લેખિત રજૂઆત બાદ ભુજ વિભાગની સંબંધીત કચેરી દ્વારા ગુજરાત ના તમામ ડિવિઝનને ફરી એક વખત લેખિત જાણ કરવામાં આવેલ છે. આ ડાયવર્ઝન રદ કરવાનો પરિપત્ર વિભાગીય નિયામક શ્રી દ્વારા બહાર પાડ્યો હોવા છતાં પણ એ પરિપત્રનો હજુ સુધી સંપૂર્ણ અમલ થતો નથી
વર્ષોથી દરેક એસ.ટી.ની બસો સવાસર નાકા પર થી પસાર થઈ ત્યાં સ્ટોપ પર ઉભી રહી પ્રવાસીઓને લેવા/ઉતારવાની સુવિધા આપતી હતી. સવાસર નાકા ઉપરાંત તેની આસપાસના વિસ્તારોના અનેક લોકો આ સુવિધાનો લાભ લેતા હતા. હાલે આ સુવિધાના લાભથી શહેરીજનો વંચિત રહેતા હોઈ અને તેમને હાલાકીનો ભોગ બનવું પડતું હોવાથી નગરપાલિકાના શાસક પક્ષના નેતા શ્રી નિલેશગિરિ એમ. ગોસ્વામીના ધ્યાન પર આવતા તેમણે બે વખત લેખીત અને એક વખત ટેલીફોનીક જાણ કરવા છતાં એસ ટી વિભાગના ડ્રાઈવરો આ પરિપત્રને ઘોળીને પી જાય છે
ભુજ તરફથી આવતી બસો અને ભુજ તરફ જતી બસો ડાયરેક્ટ ગંગા નાકા થી પસાર ન થતા સવાસર નાકા પરથી પસાર થાય અને નિયમ મુજબ સ્ટોપ કરી પ્રવાસીઓને લેવા ઉતરવાની સુવિધા આપે અને આ સુવિધા માટેના પરિપત્રનો તાત્કાલિક અમલ થાય જેના કારણે હાલ ગંગા નાકા થી નગર પાલિકા સુધીના રોડ પર થતા ટ્રાફીકને પણ નિવારી શકાય. નિલેશગિરિ ગોસ્વામી એ જણાવેલ છે કે વિભાગીય નિયામક શ્રી યોગેશ પટેલ સાહેબ અને અંજારના એસ ટી ડેપો મેનેજર શ્રી શામળા સાહેબનો આ બાબત પર સારો સહકાર મળી રહ્યો છે પરંતુ એસ ટી બસના ડ્રાઇવરો દ્વારા આ પરિપત્રનો અમલ કરવામાં નહી આવે તો ના છૂટકે અમારે પોલીસ તંત્રને સાથે રાખીને એસ ટી ના ડ્રાઇવર પર રૂટ ફેર બદલનો કેસ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે


7990705741
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.