અગ્નિપથના વિરોધમાં આજે ભારત બંધ, દિલ્હી-નોઈડા-ગુરૂગ્રામમાં ટ્રાફિક જામ - At This Time

અગ્નિપથના વિરોધમાં આજે ભારત બંધ, દિલ્હી-નોઈડા-ગુરૂગ્રામમાં ટ્રાફિક જામ


- અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહેલા વિભિન્ન વિદ્યાર્થીઓ સાથે-સાથે વિપક્ષી દળોએ પણ આજે ભારત બંધનું એલાન કર્યું હતુંનવી દિલ્હી, તા. 20 જૂન 2022, સોમવારઅગ્નિપથ યોજનાના વિરોધમાં આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું જેની અસર જોવા મળી છે. દિલ્હીને અડીને આવેલી અનેક સીમાઓ પર કિલોમીટર લાંબો ટ્રાફિક જામ નજર આવી રહ્યો છે. નોઈડા, ગુરૂગ્રામના દિલ્હીને અડેલી બોર્ડર પરથી ટ્રાફિક જામની ભયંકર તસવીરો સામે આવી રહી છે. તમને જણાવી દઈએ કે, અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહેલા વિભિન્ન વિદ્યાર્થીઓ સાથે-સાથે વિપક્ષી દળોએ પણ આજે ભારત બંધનું એલાન કર્યું હતું. તેમાં મુખ્ય ફોકસ દિલ્હી પર હતું. વિભિન્ન સંગઠનેઓ દિલ્હી કૂચની વાત કહી હતી. તેને ધ્યાનમાં રાખીને પોલીસ એલર્ટ થઈ ગઈ છે. સવારથી જ દિલ્હી તરફથી આવી રહેલા લોકોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. ગુરૂગ્રામથી દિલ્હી આવી રહેલા લોકો ફસાયાગુરૂગ્રામમાં સવારમાં ઓફિસ ટાઈમ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. અગ્નિપથ યોજનાના વિરોધમાં કેટલાક સંગઠનો દ્વારા દેશભરમાં ભારત બંધના આહવાન વચ્ચે દિલ્હી-ગુરૂગ્રામ સીમા પર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. આ ટ્રાફિક માત્ર દિલ્હીમાં જતા રસ્તા પર જ રહ્યું હતું. જોકે, દિલ્હી પોલીસ બોર્ડર પર તૈનાત છે.  ટ્રાફિક જામની મુશ્કેલી દિલ્હી-નોઈડા બોર્ડર પર પણ જોવા મળી હતી. ત્યાં ચિલ્લા બોર્ડર નોઈડા-દિલ્હી લિંક રોડ પર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. તેના પર નોઈડાના ADCP રણવિજય સિંહે જણાવ્યું કે, ભારત બંધના ઘણા ઈનપુટ અમારી પાસે છે તે હિસાબે અમે બધી વ્યવસ્થા કરી રાખી છે. અમે બધા બોર્ડર પર તૈનાત છીએ. તેમણે જણાવ્યું કે, અમે સુનિશ્ચિત કરીશું કે, કોઈ પણ પ્રદર્શનકારી જે દિલ્હીમાં કાયદા વ્યવસ્થાને પ્રભાવિત કરે છે તે સીમાની અંદર ન પ્રવેશી શકે. ભારત બંધના એલાનના કારણે બાકી રાજ્યોમાં પણ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. બિહારના પટનામાં ડાક બંગલા ચોક પર સુરક્ષા દળો તૈનાત છે. બીજી તરફ પંજાબના અમૃતસરમાં SHO અમોલકદીપે જણાવ્યું કે, ભારત બંધ આહવાનને ધ્યાનમાં રાખી અમૃતસર રેલ્વે સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. RPF, GRP અને રેલ્વે ઈન્ટેલિજન્સ સાથે સમન્વય બનાવીને પ્લાન બનાવ્યો હતો જેથી કોઈ પણ અસામાજિક તત્વ કોઈ પણ પ્રકારની તોડફોડ નકરી શકે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.