આજે શિહોરના પ્રાંત સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી - At This Time

આજે શિહોરના પ્રાંત સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી


વિષય : (1) વિદ્યા મંજરી વિધ્યાલય – સંસ્ક્રુતિ સ્કુલ સિહોર દ્વારા વોંકળુ પુરી
દઇ કુદરતી પાણીના વહેણને રોકી દબાણ કરવા બાબત.
(2) ધ્વનિ પ્રદુષણ કરી સોસાયટીના રહિશોને ખલેલ પહોંચાડવા
બાબત તથા રહેણાંકી વિસ્તાર હોઇ હોસ્ટેલ કે ક્લાસરૂમ વધારવા
સબંધે કોઇ પણ પ્રકારે મંજુરી સામે સોસાયટીના વાંધા બાબત.
સવિનય જયભારતસહ ઉપરોક્ત વિષય અંન્વયે જણાવવાનુકે સિહોરના
અલકાપુરી વિસ્તારમા વિદ્યા મંજરી- સંસ્ક્રુતિ વિધ્યાલય નામે પ્રાઇવેટ સ્કુલ આવેલ છે.આ
સ્કુલના પાછળના ભાગે ગૌતમી નદિનુ વોંકળુ આવેલ છે,અને ત્યારબાદ જગદિશ્વરાનંદનગર
સોસાયટી તથા સ્વસ્તિક સોસાયટી આવેલ છે.
સંસ્ક્રુતિ સ્કુલ અને જગદિશ્વરાનંદનગર સોસાયટી વચ્ચે કુદરતી વરસાદી પાણીના
વહેણનુ વોંકળુ આવેલ છે. જેમા વરસાદિ પાણીનો નિકાલ થાય છે. આસપાસ આવેલ
સોસાયટીના ગટરના પાણીનો નિકાલ તેમા થાય છે.
તાજેતરમાં સ્કુલ દ્વારા આ વોંકળામા માટી વિ. નાખી કુદરતી વહેણ પુરી દઇ ને
વહેણને રોકવાની કાર્યવાહી કરવામા આવી રહી છે. અને સરકારી જમીન ઉપર દબાણ કરી
રહ્યાનુ જણાય છે. આ સબંધે અમો સોસાયટીના રહિશોની આપ સાહેબશ્રીને નીચે મુજબની
રજુઆત છે.
(1) સદરહુ વોંકળાના પુરાણ કરવાથી વરસાદી પાણી રોકાવાથી પાણી રહેણાંકી વિસ્તારોમા
પ્રવેશ થવાને કારણે લોકોના જાન માલને નુક્શાન થવાની પુરી સંભાવના છે. તથા
આસપાસની સોસાયટીની ગટરના પાણીના નીકાલ આ વોંકળામા હોઇ તે અટકાવને લઇ
ગંદુ પાણી એકત્ર થવાથી મચ્છર,દુર્ગંધ તથા રોગચાળો ફેલાવાની પુરી શક્યતા છે.જેની
ગંભીર અસર સોસાયટીના રહેવાસીઓ ઉપર થાય તેમ છે.
સદરહુ દબાણની કાર્યવાહીને લઇ કુદરતી વહેણનો અટકાવ,ગંકી એકત્ર થવી તથા
સરકારશ્રીની નદિનાળાની જમીન હડપ કરવાનો સદરહુ શાળાનો હેતુ પુર્ણ થાય તેમ
છે.સબબ સંસ્ક્રુતિ સ્કુલ દ્વારા વોંકળાને પુરવાની કાર્યવાહી કરી દબાણ કરવાની પ્રવ્રુતિ
તાત્કાલિક ધોરણે અટકાવવા સિહોરના પ્રાંત સાહેબને રજૂઆત કરવામાં આવી હતી રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.