રાજકોટ મનપા દ્વારા કાતિલ ઠંડીમાં ઘર વિહોણા લોકોને આશ્રય મળી રહે તે માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે.
હાલ સમગ્ર રાજ્યમાં શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે. જેને લઈ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા ઘર વિહોણા લોકોને આશ્રય મળી રહે તે માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર મામલે મ્યુ. કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, રાજકોટ મનપાના રેન બસેરામાં લગભગ 400 થી 1200 સુધીની કેપેસિટી છે.માત્ર શિયાળા દરમ્યાન જ નહી પરંતુ આખા વર્ષ દરમ્યાન જે ઘર વિહોણા લોકો છે. તેની માટે આ સેન્ટર બનાવવામાં આવ્યા છે. આશરો લીધેલા તમામ લોકોને જમવા સહિતની તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શહેર નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું કે, તમારી આસપાસ પણ કોઈ રોડ પર સૂતું હોય જે ઘર વિહોણું હોય તેની અમને જાણ કરશો જેથી તેને આશરો મળી રહે.
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
