રાજકોટ શહેર સાંઢિયા પૂલને ડીસમેન્ટલ કરી નવા ફ્લાયઓવર બ્રિજ બનાવવાનું કામ પુરજોશમાં. - At This Time

રાજકોટ શહેર સાંઢિયા પૂલને ડીસમેન્ટલ કરી નવા ફ્લાયઓવર બ્રિજ બનાવવાનું કામ પુરજોશમાં.


રાજકોટ શહેર તા.૧૭/૪/૨૦૨૫ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જામનગર રોડ પર હયાત સાંઢિયા પૂલને ડીસમેન્ટલ કરી નવા ફ્લાયઓવર બ્રિજ બનાવવાનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે. આ કામ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ.૭૪.૩૨ કરોડના ખર્ચે એજન્સી Ms.ચેતન કન્સ્ટ્રકશન કંપનીને તા.૧૪-૩-૨૦૨૪ થી સોંપવામાં આવેલ છે. આ કામગીરીની સમય મર્યાદા ૨ વર્ષ છે. આ કામે અંદાજિત એક વર્ષમાં ૪૫% ફીઝીકલ પ્રોગ્રેસ તથા ૩૬% ફાઇનાન્સિયલ પ્રોગ્રેસ થયેલ છે. જામનગર રોડ ખાતે બની રહેલ નવા ફ્લાયઓવર બ્રિજના કામમાં કુલ-૨૦ પૈકી ૧૮ ફૂટીંગનું RCC કામ, કુલ-૪૦ પૈકી ૩૦ પિયરનું RCC કામ, કુલ-૨૦ પૈકી ૧૨ પિયર કેપ તથા કુલ-૧૨૦ પૈકી ૧૦૧ ગડરનું RCC કામ પૂર્ણ થયેલ છે. રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ શાખાધિકારી ઓની રીવ્યુ મીટિંગમાં આ કામ સમય મર્યાદામાં પૂર્ણ કરવા સંબંધિત અધિકારીને સુચના આપી હતી.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image