પેટ્રોલ પંપ પાસે કારમાં આગ લાગતા બે જણાનો બચાવ. - At This Time

પેટ્રોલ પંપ પાસે કારમાં આગ લાગતા બે જણાનો બચાવ.


વડોદરાના મુજ મહુડા વિસ્તારમાં ગઈ રાતે ત્રણેક વાગ્યાના અરસામાં પેટ્રોલ પંપ પાસે એક કારમાં આગ લાગતા હોનારત થતા રહી ગઈ હતી . પાદરા તરફથી આવી રહેલી એક કાર મુજમહુડા પાસેથી પસાર થતી હતી તે દરમિયાન કારની અડફેટમાં એક ભૂંડ આવી જતાં કાર રસ્તાની એકબાજુ ઉતરતા રહી ગઈ હતી . કારચાલકે સ્ટિયરિંગ પર કાબૂ જમાવી રાખતા તેમનો બચાવ થયો હતો . કારને નુકસાન થયું હોવાથી નજીરના અક્ષર ચોક પાસે પેટ્રોલ પંપ નજીક આવેલા શોરૂમ પાસે કાર મુકી હતી . પરંતુ થોડીવારમાં અચાનક કારમાં આગ લાગતા આગળનો ભાગ અને ટાયરો આગમાં લપેટાયા હતા . લાઈક કારચાલક તેમજ સાથે બેઠેલી વ્યક્તિ એ આગ કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો . પરંતુ આગ કાબૂમાં આવી ન હતી . નજીકના પેટ્રોલ પંપના કર્મચારીઓ પણ તકેદારીના ભાગરૂપે પગલા લીધા હતા . બનાવ અંગે મેહુલ ભાઈ એ ફાયર બ્રિગેડને જાણ કરતા વડીવાડીના સ્ટાફે આગ કાબુમાં લીધી હતી .
ઉમેશ ભાટીયા.વડોદરા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.