અમદાવાદ ઝોન ૬ ના ૭ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં છેલ્લા એક વર્ષમાં પકડાયેલ લાખો રૂપિયાની કિંમતના વિદેશી દારુ નો નાશ કરવામાં આવ્યો. - At This Time

અમદાવાદ ઝોન ૬ ના ૭ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં છેલ્લા એક વર્ષમાં પકડાયેલ લાખો રૂપિયાની કિંમતના વિદેશી દારુ નો નાશ કરવામાં આવ્યો.


અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા અમદાવાદ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ભૂતકાળના સમયમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના ગુનાઓમાં કબજે કરવામાં આવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મુદ્દામાલ પેન્ડિંગ હોય તેના નાશ કરવા અંગેના નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી અને નાશ કરી નિકાલ કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવા શહેરના તમામ પોલીસ અમલદારો ને સૂચનાઓ કરવામાં આવેલ હતી,

અમદાવાદ શહેરના સયુંકત પોલીસ કમિશ્નર, સેકટર ૦૨, જયપાલ સિંહ રાઠોડ, નાયબ પોલીસ કમિશ્નર, ઝોન ૦૬, રવિ મોહન સૈની દ્વારા કરવામાં આવેલ સૂચના આધારે જે ડિવિઝનના એસીપી પ્રદિપસિંહ જાડેજા તથા કે ડિવિઝન એસીપી યુવરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ ઝોન ૦૬ ના મણિનગર, ઈસનપુર, વટવા, જીઆઇડીસી વટવા, કાગડાપીઠ, દાણીલીમડા અને નારોલ પોલીસ સ્ટેશનોમાં થાણા અમલદારો દ્વારા નામદાર કોર્ટમાંથી વિદેશી દારૂના નાશ કરવા અંગેના હુકમો મેળવી, છેલ્લા એક વર્ષમાં પકડાયેલ આશરે ૧૫ લાખની કિંમતના વિદેશી દારુનો રોલર ફેરવી અને નાશ કરવામાં આવેલ હતો,

વિદેશી દારૂનો નાશ કરવાની આ કાર્યવાહી અમદાવાદ શહેર ઝોન ૦૬ ડીસીપી રવિ મોહન સૈની, સિટી એસ.ડી.એમ વસંતકુંવરબા પરમાર, મામલતદાર રણજીતસિંહ મોરી તથા અમદાવાદના ઇન્ચાર્જ નશાબંધી અધિક્ષક જીગરસિંહ ચાવડા, ઝોન ૦૬ વિસ્તારના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફની હાજરીમાં કરવામાં આવેલ હતી,

વિદેશી દારૂનો નાશ કરવાની આ કાર્યવાહીમાં
મણિનગર પોલીસ સ્ટેશનના કુલ ૧૨ ગુન્હાની વિદેશી દારૂ બિયરની બોટલો નંગ ૩૧ કિંમત રૂ. ૧૭૮૫૦/-

ઈસનપુર પોલીસ સ્ટેશનના કુલ ૧૪ ગુન્હાની વિદેશી દારૂ બિયરની બોટલો નંગ ૨૯૮ કિંમત રૂ. ૧,૧૩,૪૩૭/-,

વટવા પોલીસ સ્ટેશનના કુલ ૧૯ ગુન્હાની વિદેશી દારૂ બિયરની બોટલો નંગ ૨૪૮૧ કિંમત રૂ. ૬,૭૩,૩૮૫/-,

જીઆઇડીસી વટવા પોલીસ સ્ટેશનના કુલ ૧૪ ગુન્હાની વિદેશી દારૂ બિયરની બોટલો નંગ ૧૨૦૦ કિંમત રૂ. ૩,૩૨,૫૯૪/-,

કાગડાપીઠ પોલીસ સ્ટેશનના કુલ ૨૩ ગુન્હાની વિદેશી દારૂ બિયરની બોટલો નંગ ૬૯૯ કિંમત રૂ.૧,૩૧,૬૨૨/-,

દાણીલીમડા પોલીસ સ્ટેશનના કુલ ૧૬ ગુન્હાની વિદેશી દારૂ બિયરની બોટલો નંગ ૭૦૩ કિંમત રૂ. ૧,૧૫,૬૯૦/-,

નારોલ પોલીસ સ્ટેશનના કુલ ૧૩ ગુન્હાની વિદેશી દારૂ બિયરની બોટલો નંગ ૫૫૧ કિંમત રૂ. ૧,૫૧,૨૧૪/- મળી, જે ડિવિઝન અને કે ડિવિઝનના કુલ સાત પોલીસ સ્ટેશન ના ૧૧૧ ગુન્હાની વિદેશી દારૂ બિયરની બોટલ નંગ ૫૯૬૩ કુલ કિંમત રૂ. ૧૫,૩૬,૦૯૨/- ના વિદેશી દારૂનું રોલર ફેરવી અને નારોલ વિસ્તારમાં ચોસર ગામના સરકારી ખરાબાની જમીનમાં ખાતે નાશ કરવામાં આવેલ હતો

આ પહેલા ગયા વર્ષે નવેમ્બર માસમાં પણ ઝોન ૦૬ વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં પકડાયેલ વિદેશી દારૂનો કિંમત રૂપિયા આશરે અડધા કરોડ તથા તા.૧૦ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ ઝોન ૦૬ વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં પકડાયેલ વિદેશી દારૂનો કિંમત રૂપિયા આશરે બે કરોડ સાંહીઠ લાખની કિંમતનો વિદેશી દારૂ, ભૂતકાળમાં નાશ કરવામાં આવેલ વિદેશી દારૂની સરખામણીમાં વિક્રમ જનક નિકાલ કરવામાં આવેલ હતો આમ, છેલ્લા બે વર્ષમાં ઝોન ૦૬ વિસ્તારમાં પેન્ડિંગ તમામ વિદેશી દારૂ આશરે સવા ત્રણ કરોડની કિંમતના મુદામાલ નો નાશ કરવામાં આવેલ છે,

અમદાવાદ શહેર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ વિદેશી દારૂના નિકાલની ઝુંબેશના ભાગરૂપે છેલ્લા બે વર્ષમાં સવા ત્રણ કરોડની કિંમતના વિદેશી દારૂનો નાશ કરવામાં આવેલ છે.

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image