ધંધુકા-બરવાળા રોડ પર ગમખ્વાર અકસ્માત: બુલેટ અને કાર વચ્ચે ટક્કર, બે યુવકો ગંભીર રીતે ઘાયલ
ધંધુકા-બરવાળા રોડ પર ગમખ્વાર અકસ્માત: બુલેટ અને કાર વચ્ચે ટક્કર, બે યુવકો ગંભીર રીતે ઘાયલ
અમદાવાદ જીલ્લા ના ધંધુકા- બરવાળા રોડ પર ધંધુકા શહેરથી માત્ર ૫ કિમીના અંતરે આજે ગંભીર માર્ગ અકસ્માત થયો છે. બુલેટ (નંબર GJ 13 BD 2265) અને કાર વચ્ચે ભારે ટક્કર થતાં બુલેટ પર સવાર બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
દુર્ઘટના બાદ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને ધંધુકા આર.એમ.એસ. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
હજુ સુધી અકસ્માતના ચોક્કસ કારણો બહાર આવ્યા નથી, પરંતુ પ્રાથમિક માહિતી મુજબ ઝડપની નોંધ તથા અચાનક અથડામણ અકસ્માતનું કારણ બની હોવાનું અનુમાન છે.
અધિકારીક તંત્રએ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે. સ્થાનિક લોકોએ માર્ગ પર વધતા ટ્રાફિક અને અસાવધાનીભર્યા વાહન ચલાવવાથી ચિંતાની લાગણી વ્યક્ત કરી છે અને ટ્રાફિક નિયંત્રણની માંગ ઉઠાવી છે.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
