રાજુલા આહિર સમાજની વાડી ખાતે યાદવ યુવા ગ્રુપ દ્વારા યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમા ૮૨ યુનિટ બ્લડ એકત્રિત કરાયુ - At This Time

રાજુલા આહિર સમાજની વાડી ખાતે યાદવ યુવા ગ્રુપ દ્વારા યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમા ૮૨ યુનિટ બ્લડ એકત્રિત કરાયુ


રાજુલા આહિર સમાજની વાડી ખાતે યાદવ યુવા ગ્રુપ દ્વારા યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમા ૮૨ યુનિટ બ્લડ એકત્રિત કરાયુ

ઈમરજન્સી સમયે રક્તની જરૂરિયાત અનેક દર્દીઓને પડતી હોય છે જે ઉણપ દૂર કરવાના ભાગરૂપે યાદવ યુવા ગ્રુપ રાજુલા દ્વારા આહિર સમાજની વાડી ખાતે સ્વ.દિપકભાઈ અરજણભાઈ જીંજાળાની ચોથી પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવતા ૮૨ રક્તદાતાઓએ રક્તદાન કરીને ખરા અર્થમાં માનવતા મહેકાવી હતી.

સ્વ.દીપકભાઈના ધર્મપત્ની મંજુલાબેન જીંજાળા અને મોટાભાઈ જશુભાઈ જીંજાળા દ્વારા બ્લડ ડોનેટ કરી કેમ્પને ખુલ્લો મુકવામાં આવતા રક્તદાન કેમ્પમાં યાદવ યુવા ગ્રુપના પ્રમુખ પ્રવિણભાઈ જીંજાળા,પૂર્વ પ્રમુખ લાલજીભાઈ જીંજાળા,બળુભાઈ મકવાણા અને અરવિંદભાઈ વાણિયા સહિતના તમામ સભ્યશ્રીઓ દ્વારા ખડેપગે હાજર રહી ૮૨ યુનિટ બ્લડ એકત્રિત કરી નવકાર ચેરીટેબલ બ્લડ બેન્ક મહુવાને સમર્પિત કરી સાચા અર્થમાં તિથિની ઉજવણી કરાઈ હતી.

રકતદાન કેમ્પમા ઉર્જામૈયા,વાલદાસ બાપુ,અશોકબાપુ,હરનામપૂરી બાપુ,રાજુલા આહિર સમાજ પ્રમુખ દિલીપભાઈ જીંજાળા,મંત્રી ધીરુભાઈ જીંજાળા,ડો.જે.એમ.વાઘમશી સાહેબ,બાબુભાઈ જાલોંધરા,પીઠાભાઈ નકુમ,શુકલભાઈ બલદાણીયા,હિંમતભાઈ જીંજાળા,ઘનશ્યામભાઈ વાધ,ધીરુભાઈ નકુમ,ડૉ.વિનુભાઈ કલસરીયા,ડૉ.નિલેશભાઈ કલસરીયા,ડૉ.હિતેષભાઈ હડિયા,ઘનશ્યામભાઈ જીંજાળા,મનસુખભાઈ નકુમ,ભરતભાઈ કલસરીયા,નાગજીભાઈ જીંજાળા અને ગાંગાભાઈ હડિયા સહિતના અગ્રણીઓ દ્વારા હાજર રહી કેમ્પને સફળ બનાવેલ અને યાદવ યુવા ગ્રુપ દ્વારા સમાજના સહયોગ સાથે નિષ્પક્ષ રીતે લોકકલ્યાણ અર્થે કરાતી કામગીરીની પ્રશંસા કરેલ તેમજ એકત્રિત થયેલ બ્લડ સગર્ભા માતાઓ,લોકો અને બાળકોને ઈમરજન્સીના સમયે સરળતાથી મળી રહે તેવા પ્રયત્નો થકી આગળ પણ આવા કાર્યક્રમોનુ આયોજન કરવામા આવનાર હોવાનુ જશુભાઈ જીંજાળાની યાદીમાં જણાવેલ છે.

યોગેશ કાનાબાર
રાજુલા


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image