ગૌચર ની જમીન માંથી ગે.કા. માટી ઉપાડી રોડ બનાવતા નેતા પુત્ર ના કેસ માં. જિલ્લા કલેકટર ના આદેશ થી ભુસ્તરશાસ્ત્રીની કચેરી ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ માપણી કરશે - At This Time

ગૌચર ની જમીન માંથી ગે.કા. માટી ઉપાડી રોડ બનાવતા નેતા પુત્ર ના કેસ માં. જિલ્લા કલેકટર ના આદેશ થી ભુસ્તરશાસ્ત્રીની કચેરી ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ માપણી કરશે


ગૌચર ની જમીન માંથી ગે.કા. માટી ઉપાડી રોડ બનાવતા નેતા પુત્ર ના કેસ માં. જિલ્લા કલેકટર ના આદેશ થી ભુસ્તરશાસ્ત્રીની કચેરી ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ માપણી કરશે

અમરેલી ગૌચર માંથી માટી ઉપાડી રોડ બનાવતા નેતા પુત્ર સામે ની ફરિયાદ માં માપણી નો આદેશ અમરેલી શહેર માં ગૌચર ની જમીન માંથી માટી ઉપાડી રોડ બનાવવાના કેસ માં ગેરકાયદેસરની ખનીજ ખનન ની જાણીતા RTI સુખડીયા ની રજુઆત ના અંતે મોડેમોડે પણ તંત્ર એ કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી અમરેલી ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ બ્લોક નં૨૧૩/સી બીજો માળઅમરેલી ૨-જીલ્લા સેવા સદન કચેરી ને નં.જીએ/ફરીયાદ/તપાસ/૨૮ર (૧) મામલતદરશ્રી,અમરેલી (શહેર)(૨) ડિ.આઈ.એલ.આરશ્રી, અમરેલી(૩) નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી, નાની સિંચાઈ પેટા વિભાગ- અમરેલી ને અમરેલીની જમીનમાંથી ગેરકાયદેસર ખોદાણ કરી રોડના કામે ઉપયોગમાં લેવામાં આવતી હોવાની ફરીયાદ બાબતે સંયુક્ત તપાસ કરવા સંદર્ભ અમરેલી (૧) નિવાસી અધિક કલેકટરશ્રી નો પત્ર નં. ચિ/જમન/૩/વશી/૮૩૧૦/૨૦૨૪ થી આદેશ સંદર્ભદર્શિત પત્ર અન્વયે ફરીયાદીશ્રી નાથાલાલ વી સુખડીયા દ્વારા અમરેલીની ગૌચર સર્વે નંબર ૩૩૪ પૈકીની જમીનમાંથી ગેરકાયદેસર ખનન કરી રોડના કામે ઉપયોગમાં લેવાની માટી બાબતે તપાસ કરી જવાબદારો સામે પગલા લેવા જણાવેલ. સંદર્ભ (૧) ના પત્રથી નિવાસી અધિક કલેકટરશ્રી.ના પત્રને ધ્યાને લેતાં અગાઉ અત્રેથી કરેલ સંયુક્ત તપાસ તથા તપાસ અહેવાલ મુજબ સવાલવાળી જગ્યા પર પાણી ભરેલ હોય જેથી માપણી થઇ શકેલ નથી. જેથી, ઉપરોક્ત સંદર્ભદર્શીત પત્રથી સવાલવાળી જગ્યાની તપાસ કરી અને ખાણકામ થયેલ માટીની માપણી કરી અહેવાલ રજુ કરવા જણાવેલ છે. આમ, સદરહું સવાલવાળા વિસ્તારમાં સંયુક્ત તપાસ કરવાની થતી હોઈ તારીખ ૦૯/૦૨/૨૦૨૪ સમય ૧૧.૦૦ કલાકે સર્વે હાજર રહેવા વિનંતી જેથી સદર બાબતે યોગ્ય તપાસ થઈ શકે.તેમ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરી એ ફરિયાદી ને પત્ર પાઠવ્યો છે માપણી બાદ દંડાત્મક કાર્યવાહી હાથ ધરાશે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.