જૂના વાહનોની નંબર પ્લેટ ડીલર બદલશે તેવા નવા નિયમથી અજાણ લોકોને RTOમાં ધક્કા! - At This Time

જૂના વાહનોની નંબર પ્લેટ ડીલર બદલશે તેવા નવા નિયમથી અજાણ લોકોને RTOમાં ધક્કા!


વાહનચાલકોએ જે કંપનીનું વાહન હશે તે કંપનીના ડીલરના શો-રૂમમાં નંબર પ્લેટ બદલવા જવું પડશે

વાહનની નંબર પ્લેટ ડેમેજ હોય, ઝાંખી હોય કે ખોવાઇ ગઈ હોય તો RTOમાં કામ નહીં થાય

નવા વાહનોની નંબર પ્લેટ તો છેલ્લા કેટલાક વર્ષથી જ્યાંથી વાહન ખરીદ્યું હોય તે ડીલર પાસેથી જ લગાવવાનો નિયમ છે, પરંતુ હવે વાહનચાલકોના જૂના વાહનોની નંબર પ્લેટ પણ આરટીઓને બદલે ડીલર બદલી આપશે. લગભગ છેલ્લા એકાદ મહિનાથી આ નવો નિયમ અમલી કરી દેવામાં આવ્યો હોવાને કારણે આરટીઓમાં હવે નંબર પ્લેટનું સેન્ટર બંધ કરી દેવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.