રાજુલાના નાગેશ્રી નજીક સિમેન્ટ ભરેલ ક્લિકરમાં લાગી આગ
રાજુલાના નાગેશ્રી નજીક સિમેન્ટ ભરેલ ક્લિકરમાં લાગી આગ
ભાવનગર સોમનાથ હાઇવે પર આવેલ નાગેશ્રી ગામ નજીક સિમેન્ટ ભરેલ કલીંકર માં અચાનક આગ લાગવાની ઘટના બનવા પામી આગ લાગવાની ઘટના બનતા નજીકમાં જ નાગેશ્રી પોલીસ સ્ટેશન હોય ત્યારે આ ઘટનાની જાણ નાગેશ્રી પોલીસ સ્ટેશનને થતા નાગેશ્રી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ પલાસ તેમજ તેની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને આ ઘટનામાં કોઈ મોટી ઘટના ન બને તે માટે આ હાઇવે પરના બંને રોડ બંધ કરવામાં આવ્યા. ત્યારબાદ રાજુલા ફાયર વિભાગને જાણ કરવામાં આવી ગણતરીની પડોમાં જ ફાયર વિભાગની ટીમ મનુભાઈ જયુભાઈ અને શીવાભાઈ સહિતની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને આ આગને કાબુમાં લેવા માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા થોડા સમયમાં જ આગ કાબુમાં લેવામાં સફળતા મળેલી જોકે આગ કેવી રીતે લાગી તે જાણવા મળેલ નથી પરંતુ પોલીસ અને ફાયરની સમય સૂચકતાને લીધે આ ઘટના માં મોટી ઘટના ન બને તે માટે સતત તકેદારી રાખવામાં આવેલ હતી..
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે
